Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા દેખાવો અને સુત્રાચ્ચાર

ઉપલેટા :ગુજરાત કિસાન સભા દ્વારા કેન્દ્ર સરકારે લાદેલા ૩ કાયદાના વિરોધમા બાપુના બાવલા ચોક ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.રાજકોટ જિલ્લાના ૭૦ જેટલા ગામોમાં ખેડૂતોને પત્રિકા વિતરણ કરી સમજણ આપવામાં આવી હતી. આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, બેરોજગારો અને મજદૂરો જોડાયેલ હતા. તારીખ ૯ ઓગસ્ટના રોજ અંગ્રેજોને દેશ છોડવાનુ આહવાન કરવામાં આવ્યુ હતુ.આજ દિવસે ખેડૂતો અને લેબરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવેલ. કેન્દ્ર સરકારે જે કૃષિ કાયદા નાખ્યા છે તે વિદેશી કંપનીને લાભકર્તા હોય અને ખેડૂતોને નુકસાનકર્તા હોય. સમગ્ર દેશમાં આ કાયદાના વિરુદ્ઘ દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દેશભરમાં ચાલતા આ કિસાન આંદોલનને સમર્થન આપવા માટે ગુજરાત કિસાન સભા દ્વારા સમર્થન આપેલ છે.

(12:06 pm IST)