Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ઉપલેટાના બડા બજરંગ શિવ મંદિરે શણગાર

ઉપલેટા : દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલ બડા બજરંગ રામ મંદિર પાસે આવેલ શિવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર દરમિયાન શિવભકતો એ ભગવાન શિવની આરાધના કરી હતી આજે શ્રાવણમાસના પહેલા સોમવારે બડા બજરંગ શિવ મંદિરમાં શિવને વિશિષ્ટ રીતે શણગાર કરવામાં આવેલ હતો આજુબાજુના વિસ્તારમાં શણગારના સમાચાર મળતા ભાવિકો ઉમટી પડ્યા હતા. (તસ્વીર-અહેવાલ : કૃષ્ણકાંત ચોટાઇ-ઉપલેટા)

(12:05 pm IST)