Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કોડીનારના સિંધાજ ગામના બી.એસ.એફ જવાન નિવૃત થઇ માદરેે વતન આવતા સન્માન

અરસીભાઇ ઝાલાએ પી.એમ.નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા વ્યવસ્થામાં પણ ફરજ બજાવેલ

કોડીનાર તા.૯ : કોડીનાર તાલુકાના સિંધાજ ગામ ના એન.એકસ.જી કમાન્ડો,બી.એસ.એફ. જવાન અરશીભાઈ ઝાલા કે જેઓ એ તેમની ફરજ નાં ૨૧ વર્ષ દરમ્યાન જુદી જુદી જગ્યા ઓ પર ફરજ બજાવી દેશ ની સુરક્ષા માં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું તેમાં મુખ્ય ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તો તેમને દેશ ના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ની સુરક્ષા વ્યવસ્થા માં પણ ફરજ બજાવી છે.  વયમર્યાદા ને કારણે દેશ સુરક્ષા ની જવાબદારી પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોડીનાર બાયપાસ ચોકડી થી બાઇક રેલી,ઘોડેસવારો ની વચ્ચે ખુલ્લી જીપ માં બી.એસ.એફ. જવાન અરશી ભાઈ ઝાલા ને સરઘસ સ્વરૂપે સિંધાજ ગામે લાવવામાં આવ્યા હતા.જયાં તાલુકા સમસ્ત વતી દરેક લોકો એ મોમેન્ટો,ફુલહાર, શાલ અર્પણ કરી સન્માન સ્વાગત કરાયું હતું એ સન્માન કાર્યક્રમ માં સુનિલભાઈ રાઠોડ (સદસ્ય/ તાલુકા પંચાયતકોડીનાર, સરપંચ સીધાજ )દિલીપભાઈ મોરી (ઉપ પ્રમુખ ગીર સોમનાથ જીલ્લા પંચાયત ), પ્રતાપભાઈ ડોડીયા (પ્રમુખ તાલુકા પંચાયત કોડિનાર) ધર્મેશભાઈ સોલંકી(રાજમોતી પરિવાર),બચુભાઈ વાઝા (પ્રમુખ ગીર સોમનાથ જીલ્લા પંચાયત), રાહુલભાઇ ડોડીયા(યુવા પ્રમુખ ભાજપ કોડિનાર તાલુકો )પિયુષભાઈ બારડ (યુવા ભાજપ પ્રમુખ કોડિનાર શહેર)જીતુભાઈ બારડ (ઉપ પ્રમુખ યુવા ભાજપ કોડિનાર તાલુકો) ભરતભાઈ મોરાસ્યા (સ જીલ્લા પંચાયત) હરિભાઈ જાદવ (સદસ્ય જીલ્લા પંચાયત) દ્વારા તેમજ ગ્રામજનોએ તેમને મોમેન્ટો આપી સન્માન કરવા માં આવ્યું હતું.

(12:04 pm IST)