Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મુળી તાલુકામાં શ્રાવણ માસ નિમિતે વ્હેલી સવારથી હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા શિવાલયો

સરા ગામે ચરમારીયા દાદાએ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઘરદીઠ શ્રીફળ અને ખેતીકામનો અકતો રાખવાની પરંપરા જળવાય

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૦: શ્રાવણ માસ એટલે શિવમા લીન થવાનો ભકિતકરવાનો શ્રેષ્ઠ માસ જેમા સોમવારનુ અનેરૂ મહત્વ હોય છે સોમવારથી શ્રાવણ માસનો શુભ પ્રારંભ થતા શિવભકતો મા વધુ આનંદ ની લાગણી ફેલાઇ હતી વ્હેલી સવારથી જ હર હર મહાદેવનાના નામથી શિવાલયો ગુંજી ઉઠયા હતા શિવભકતોએ આસ્થા ભેર શિવધુન શિવ ચાલીસા પંચામૃત દુધ અને જલ અભિષેક સાથે બિલ્વી પત્રો ચડાવી સોમવારનો ઉપવાસ કરીને શ્રાવણ માસ મા શિવ ને રીઝવવા આજથી જ કાલાવાલા શરૂ કરી દિધા છે એક માસ સુધી શિવભકતો જપ તપ દાન કરી પુણ્યનુ ભાથુ બાંધી શિવની આરાધના કરશે મૂળી ખાતે સદાવાડી મા બિરાજમાન પ્રાણનાથ મહાદેવ શ્રી આશુતોષ મહાદેવ સ્વા. મંદિર તેમજ માંડવરાયજી દાદા એ બિરાજમાન શિવજી સરલા ખાતે આવેલ ગેબેશ્રર મહાદેવ મૂળી નજીક જંગલમા આવેલ બિલેશ્વર મહાદેવ સરા આતે જડેશ્રર મહાદેવ અને પંચનાથ મહાદેવ સહિત ગામે ગામ શિવાલયો અને ભગવાન શિવને દિવ્ય શણગારથી સજજ કરેલ હતા સરા ગામે શ્રાવમ માસના પ્રથમ સોમવારેશ્રી ચરમારીયા દાદા એ ધજા રોપણ વર્ષોની પરંપરા મુજબ વાજતે ગાજતે કરવામા આવેલ હતી.

પ્રથમ સોમવારે ખેડુતો ખેતિ કામની રજા રાખે છે ઘર દીઠ એક શ્રીફળ વધેરવાની પરંપરા આજે પણ જળવાઇ રહી છે શ્રાણ માસનો સોમવારથી જ પ્રારંભ થતા શિવભકતોની ખુશી બેવડાઇ હતી સવાર સાંજ આરતીના શિવભકતો દર્શન કરી ધન્યતા અનુભવશે શ્રાવણ માસ નો સમગ્ર મૂળી પંથકમા ઉત્સાહ અને આસ્થા સાથે પ્રારંભ થતા શિવાલયોમા શિવ ભકતો શવ રંગે રંગાયા હતા મૂળી ખાતે આવેલ પ્રાણનાથ મહાદેવજીએ પુજારી મુકુંદ મારાજના માર્ગદર્શન હેઠળ શિવભકત શકિતસિહ પરમાર જયદિપસિહ પરમાર પ્રદિપસિંહ પરમારે ભારે જહેમત ઉઠાવી ભગવાન ભોળાનાથ ને ચંદન નો લેપ કરી શુસોભિત કરાતા સમગ્ર મૂળી ગામમા આકર્ષણ જણાવ્યુ હતુ સૌ કોઇ ભકતજનોએ દર્શન નો અમુલ્ય લ્હાવો લય ધન્યતા અનુભવી હતી દર સોમવારે વિવિધ શણગાર દર્શનનો લાભ મળે તેવુ આયોજન હાથ ધરવામા આવતા શિવભકતોમા ઉત્સાહ વર્તાયો હતો શિવભકત રવિરાજ સિહ પરમારે ભોળાનાથને કોરોનાની ત્રીજી આફત સામે સૌ કોઇને બચાવે ત્રીજી લહેર ભસ્મીભુત કરે તેવી પ્રાર્થના કરી હતી.

(12:02 pm IST)