Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ટ્રેનોમાં મુસાફરોના ૮૬૧૬ ગ્રામના સવા ત્રણ લાખના ચોરીના દાગીના લીંબડીમાં વેચવા જતા ઝડપાયો

વઢવાણ,તા. ૧૦: એલ.સી.બી.ટીમ દ્વારા લીંબડી પો.સ્ટ વિસ્તારમાં પેટ્રોલીગ હાથ ધરી હકીકત મેળવેલ કે સંકેશભાઇ શંકરભાઇ સોમાભાઇ રહે.લીંબડી, મફતીયા પરા વાળો ચોરી કે છળકપટથી મેળવેલ સોનાના દાગીના વેચવા માટે લીંબડી સોની બજાર તરફ જનાર છે, જેથી દશામાના મંદીરથી આગળ રોડ ઉપર વોચ ગોઠવી મજકુર ઇસમ રાકેશભાઇ સોંલકી (ખાખરોડીયા) દેવીપુજક ધંધો,જુના કપડાનો વેપાર રહે.લીંબડી, ભાટીના હનુમાન પાસે વાળાને પકડી અંગઝડતી કરતા મજકુરના કબ્જામાંથી સૌનાના દાગીના મળી આવતા જે બાબતે મજકુરની પુછપરછ કરતા છએક મહીના પહેલા હું કલકતા રહેતો ત્યારે ત્યાં કામધંધો ન હોય જેથી ટ્રેનમાં તથા બસમાં તથા ભીડભાડ વાળી જગ્યાએ આટાફેરી કરી માણસોની નજર ચુકવી પાકીટ/પર્સની ચોરીઓ કરેલ તેમાંથી મેળવેલ સોનાના દાગીના હોવાનું કબુલાત આપતા મજકુર ઇસમ પાસેથી (૧) સોનાની જેન્ટસ વીટી વજન ૮.૬૭૦ ગ્રામ કી..૩.૨,૫૦૦/ (૨) સોનાની જેમ વીંટી વજન આશરે ૭.૭૦ ગામ કી.રૂ.૨૭,૩૦૦/, (૩) સોનાની લેડીઝ વીડી વજન આશરે ૧.૦૪૦ ગ્રામ કી.રૂ.૪૦૦૦/, (૪) સોનાનો લેડીઝ કોયડો (વીટી) વજન આશરે ૧૪૪૦ ગ્રામ કી..૫૦૦૦/ (૫) સોનાની લેડોન જુમર ટાઇપની બુટી જોડ- વજન આશરે ૬.૯૪૦ ગ્રામ કી.રૂ.૨૪,૦૦૦/ (૬) સોનાની લંડોઝ બુટી જોડ-૧ વજન આશરે ૧૦૦૦ ગ્રામ કી.રૂ.૩૦૦૦/ (૭) સોનાનું દીલ આકારનું પેન્ડલ વજન આશરે ૦.૩૦૦ ગ્રામ કીરૂ.૧૩૦૦/ (૮) સોનાનો લેડીઝ પટ્ટીની ચેઇન વજન આશરે ૮.૧૭૦ ગ્રામ કી.રૂ.૩૦,૦૦૦/ (૯) સોનાનો લેડીઝ કડકનો ચેઇન વજન આશરે ૫.૯૭૦ ગ્રામ કી..૨૧,૦૦૦/ (૧૦) સોનાનો લેડીઝ કંડકનો ચેઇન વજન આશરે ૫.૫૧૦ ગ્રામ કી..૨૦,૦૦૦/ (૧૧) સોનાનો લેડીઝ ગોળ ચેઇન વજન આશરે ૩,૦૦૦ ગ્રામ કી રૂ.૨૫,૦૦૦/ (૧૨) સોનાની ત્રણ ટુકડામાં તુટેલ પેન્ડલ વજન આશરે ૨૩૯૦ ગ્રામ કી.રૂ.૮૦૦૦/ (૧૩) સોનાની રણી વજન આશરે ૩૦.૩૮૦ ગ્રામ કીના.૧,૧૬,૦૦૦/- મળી કુલ વજન આશરે ૮૬૧૬ ગામ કી.રૂ.૩,૧૭,૯૦૦/- નો ગણી તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)ડી,૧૦૨ મુજબ અટક કરી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ પો.સબાઇન્સ થી.આર.જાડેજા એ.એસ.આઇ ભુપેન્દ્રકુમાર જીણાભાઇ તથા પો.હેડ.કોન્સ. હીતેષભાઇ જેસીંગભાઇ તથા ચમનલાલ જશરાજભાઇ તથા પો.કોન્સ, જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ એ રીતેની ટીમ દ્વારા ચાર મુદામાલ શોધી કાઢેલ છે.

(12:01 pm IST)