Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

બગસરાના પીઠડીયા ચોકડી પાસે વિકલાંક યુવક પર છરી વડે હુમલો

બગસરા : પીઠડીયા ચોકડી પાસે પુલ આસપાસ યુવક બાઇક લઇને પોતાની માતા સાથે કાગદડી ગામે પોતાના ઘરે જતો હતો ત્યારે અચાનક બે શખ્સો બાઈક પર સવાર તેની માતા પર હુમલો કરવા જતા યુવક વચ્ચે પડતાં તે વિકલાંગ યુવકને હાથના ભાગે છરીના ઘા ઝીકી અને મોટરસાઈકલ સવાર ફરાર થઈ ગયો હતો દલિત વિકલાંગ યુવક ઉમર વર્ષ ૩૨ સરવૈયા રાકેશભાઈ અમરાભાઇ તે અને માતા બન્ને વાગડિયા તરફથી મોટરસાયકલ લઈને આવતા હતા ત્યારે અચાનક આદર્શ સ્કૂલ પાસે બે મોટરસાયકલ લઈને આવેલ શખ્સો ઉભી રખાવીને પોતાની માતા સાથે લપ કરતાં જેમાં ભાવેશ કનુભાઈ લુવારા ગામ બાવીસી બરવાળા ના વતની એ જુના મન દુખ ના કારણે રક જક કરી તેમની માતા ઉપર છરી વડે હૂમલો કરવા જતા સરવૈયા રાકેશભાઈ વચ્ચે આવતા તેમની ઉપર છરી વડે હુમલો કરતાં હાથના ભાગમાં છરીના દ્યા ઝીંકીને ઈજા પહોંચાડીને બન્ને શખ્સો મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા ત્યારબાદ ૧૦૮ની મદદ લઈને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયેલ હતા વધુ તપાસ પી.આઈ એચ.કે. મકવાણા ચલાવી રહ્યા છે(તસવીરઃસમીર વિરાણી)

(12:00 pm IST)