Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વિંછીયાના રેવાણીયા ગામે એન્જીનીયરને ૩ શખ્સોએ લાકડીથી માર મારી ફોન તોડી નાખ્યો

સરકારી સ્કૂલનું કામ કેમ નબળુ થાય છે ? તેમ કહી : રણછોડ જમોડ, સુરેશ પરમાર તથા સહદેવ પરમાર સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ૧૦ :. વિંછીયાના રેવાણીયા ગામે સ્કૂલનું કામ કેમ નબળુ થાય છે ? તેમ કહી એન્જીનીયરને ૩ શખ્સોએ માર મારી મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો.

રેવાણીયા ગામે સીમશાળાની બાજુમાં સરકારી સ્કૂલનું બાંધકામ ચાલુ હોય તે દરમિયાન રેવાણીયા ગામના રણછોડ ગોવાભાઈ જમોડ, સુરેશ દેવાયતભાઈ પરમાર તથા સહદેવ દેવાયતભાઈ પરમારે આવી સાઈટ ઉપર રહેલા એન્જીનીયર આશિષ જયસુખભાઈ નકુમ રે. વિંછીયાને સ્કૂલનું કામ કેમ નબળુ થાય છે ? રેતી અને સીમેન્ટ નબળી વાપરો છો તેમ કહી લાકડીથી માર મારી ઈજા કરી હતી. તેમજ આશિષનો મોબાઈલ પથ્થર સાથે ભટકાડી તોડી નુકશાન કર્યુ હતું. આ અંગે એન્જીનીયર આશિષ નકુમએ ઉકત ત્રણેય શખ્સો સામે પોલીસમાં ફરીયાદ કરતા વિંછીયાના હેડ કોન્સ. ડી.કે. વાસાણીએ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)