Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જસદણમાં વિચરતી-વિમુકત જાતિઓ માટે નવા આધાર કાર્ડ માટે કેમ્પ

આટકોટઃ વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા વતી જસદણ મામલતદાર કચેરીમાં બે દિવસ માટે વિચરતી અને વિમુકત જાતિઓ માટે નવા આધાર કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જસદણ શહેરી વિસ્તારમાં વસવાટ કરતી વિચરતી વિમુકત જાતિઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંસ્થાની રજૂઆતથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મામલતદાર ઝાલા અને નાયબ મામલતદાર એસ પી ચાવડા સાહેબ અને નગરપાલિકા માંથી બીજલભાઈ અને તમામ લોકોને લાભાર્થીઓને કેમ્પનો લાભ લેવા માટે જસદણ શહેરમાં જુદા જુદા ઝુપડ પટી મા રૂબરૂમાં લોકો ને સમજાવીને હાજર રાખ્યા હતા અને માહિતી સાથે ફોર્મ ભરવા સાથેની કામગીરી કરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા ના વિભાગીય સંયોજક કાર્યક્રમ કનુભાઈ બજાણીયા છાયાબેન પટેલે જહેમત ઉઠાવી હતી ગરીબ પરીવાર માથી આવતાં લોકો ખુબજ ખુશ થયા હતા કે આધાર કાર્ડ તો આપડા નિકળ્યા અને કનુભાઈ બજાણીયા અને છાયાબેન પટેલ ને અંતર થી આશીર્વાદ આપ્યા હતા તેમ બિજલ ભેસજાળીયા (જસદણ)એ જણાવ્યું છે. (તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(11:55 am IST)