Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ઉપલેટા-રાજકોટની ચોરીનો આરોપી ઝબ્‍બે

 

(ભરત દોશી દ્વારા) ઉપલેટા,તા.૧૦: રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારે મિલકત સંબંધી દ્યરફોડ ચોરીના અનડિટેક્‍ટ ગુના શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાનેઈન્‍ચાર્જ પી.આઈ. એચ.એમ.ધાંધલ ઉપલેટા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોન્‍સ્‍ટેબલ મહેશભાઈ સારીખડા તથા વાસુદેવસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે રાજકોટ શહેર પ્રદ્યુમન નગર પોલીસ સ્‍ટેશન તથા રાજકોટ શહેર વિસ્‍તારમાં અને કેન્‍દ્રશાસિત દીવ પોલીસ સ્‍ટેશનના દ્યરફોડ ચોરીના વણશોધાયેલ ગુનાના આરોપી(૧)વિનોદ ઉર્ફે મુંગો ધીરૂભાઈ સારોલીયા દેવીપૂજક ઉ.વ.૨૦ રહે મુળ રાવગોળ વાડી વિસ્‍તારમાં તાલુકો તળાજા હાલ રહે વઢવાણ સ્‍મશાનની સામે ઝુંપડામા જીલ્લો સુરેન્‍દ્રનગર (૨)હકુબેન ભાવેશભાઈ પરમાર દેવીપૂજક ઉ.વ.૩૫ રહે વરતેજ પોલીસ સ્‍ટેશનની સામે ઝુંપડામા જીલ્લો પાસેથી કબજે કરેલ મુદ્દામાલ એક સોનાનો ડોકમાં પહેરવાનો સેટ તથા બે બુટી કિંમત રૂપિયા ૮૦,૦૦૦/૦૦, સોનાનો ચેઈન કિંમત રૂપિયા ૫૭,૦૦૦/૦૦, સોનાની બુટી ૨ નંગ કિંમત રૂપિયા ૩૫,૦૦૦/૦૦,સોનાનુ સ્‍ટાર વાળુ પેન્‍ડલ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/૦૦, સોનાના દાણા ૨ નંગ કિંમત રૂપિયા ૨,૦૦૦/૦૦, જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રૂપિયા ૬,૫૦૦/૦૦, ચાંદીના પગમા પહેરવાના સાંકડા ૪ નંગ કિંમત રૂપિયા ૧૫,૦૦૦/૦૦, ચાંદની હાથમાં પહેરવાની નંગવાળી બંગડી ૬ નંગ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/૦૦, ચાંદીના પગમાં પહેરવાના છડા ૪ નંગ કિંમત રૂપિયા ૪,૦૦૦/૦૦, ચાંદીની વીંટી ૪ નંગ કિંમત રૂપિયા ૨,૦૦૦/૦૦, એક ઓપો કંપનીનો મોબાઇલ એ-૫૩ એસ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/૦૦, એક આઇટેલ કંપનીનો સાદો મોબાઈલ કિંમત રૂપિયા ૧,૦૦૦/૦૦ સહિત કુલ મુદામાલ ૨,૨૫,૫૦૦/૦૦ નો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 ડિટેક્‍ટ થયેલા ગુનાઓ રાજકોટ શહેર પ્રદ્યુમન નગર પોલીસ સ્‍ટેશન પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૮૦૪૪૨૧૩૮૧૧/૨૦૨૧ ઈ.પી.કો.ક.૪૫૪ ,દિવ પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં.૦૦૩૩/૨૦૨૦ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૪ મુજબના ગુન્‍હા. આરોપી વિનોદ ઉર્ફે ધીરૂભાઈ સારોલીયા રહે વઢવાણ આપેલ કબૂલાત એક વર્ષ પહેલા દીવ ફિરંગીવાળા વિસ્‍તારમાંથી એક બંધ મકાનના તાળા તોડી અમેરીકન ડોલર તથા સોનાના દાગીનાની ચોરી કરેલ, રાજકોટ ચુનારા વાસમાંથી એક મહિના અગાઉ એક બંધ મકાનમાંથી ચોરી કરેલની કબુલાત, આશરે દોઢ મહિના પહેલા રાજકોટ અમદાવાદ ચોકડી પાસેથી બપોરના સમય દરમિયાન એક મકાનમાંથી રોકડ રૂપિયા ૩,૦૦૦/૦૦ તથા એક ચાંદીની વીંટીની ચોરીની કબૂલાત, આજથી આશરે દોઢેક મહિના પહેલા પાલનપુરમાંથી એક બંધ મકાનના તાળા તોડી ચોરી કરેલ ની કબુલાત કરેલ છે.

આરોપી વિનોદ ઉર્ફે મુંગો ધીરૂભાઈ સારોલીયાનો ગુનાહિત ઈતિહાસ બોટાદ સીટી પોલીસ સ્‍ટેશન ફસ્‍ટ ગુ.ર.નં.૦૦૪૨/૨૦૧૮ ઈ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦, બોટાદ પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૦૦૦૬/૨૦૧૯ ઈ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦, બોટાદ પોલીસ સ્‍ટેશન ફસ્‍ટ ગુ.ર.નં. ૦૦૨૫/૨૦૧૯ ઈ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦, બોટાદ પોલીસ સ્‍ટેશન ફસ્‍ટ ગુ.ર.નં. ૦૦૩૧/૨૦૧૯ ઈ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦, નવસારી ટાઉન પોલીસ સ્‍ટેશન ફસ્‍ટ ગુ.ર.નં. ૦૦૪૯/૨૦૧૯ ઈ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦ મુજબના ગુનાઓ નોંધાયેલા હતા.

આ કામગીરીમાં ઈન્‍ચાર્જ પી.આઈ. એચ.એમ.ધાંધલ પી.એસ.આઈ. આર.એલ.ગોયલ એ.એસ.આઈ. ગોવિંદભાઈ વાઘમશી પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ ભાવેશભાઈ બોરીચા, મહેન્‍દ્રભાઈ ધાધલ,દડુભાઈ કરપડા પોલીસ કોન્‍સ્‍ટેબલ દિનેશભાઈ ગોંડલીયા, મહેશભાઈ સારીખડા, પ્રદ્યુમનસિંહ ચુડાસમા,વાસુદેવસિંહ જાડેજા, વનરાજભાઈ રગીયા, ગગુભાઈ ચારણ, સત્‍યપાલસિંહ જાડેજા, મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ જયશ્રીબેન ચૌહાણ, પુર્વીશાબેન વામરોટીયા સહિતના જોડાયા હતા.

 

(11:44 am IST)