Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પોરબંદર પાસે બેકાબુ કારની હડફેટે ર બાળકોના મોત

પુરપાટ આવતી કારે બાળકોને હડફેટે ચઢાવ્‍યા બાદ કાર રોડ સાઇડ ખેતરની દીવાલ સાથે અથડાઇઃ કાર ચાલક નાસી ગયો

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: શહેરથી ૮ કી.મી. દુર દેગામ નજીક હાઇવે ઉપર આજે સવારે પુરપાટ આવતી કાર બેકાબુ બની જતા રોડ સાઇડ ચાલ્‍યા જતા ર બાળકોને હડફેટે ચઢાવતા બન્ને બાળકો મીત નીલેશભાઇ ગોહેલ (ઉ.વ.૩) અને આરતી રમેશભાઇ ગોહેલ (ઉ.વ.૧૪)ના ઘટના સ્‍થળે  મૃત્‍યુ નીપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પોરબંદરથી ૮ કી.મી. દુર દેગામ હાઇવે ઉપર આજે સવારે પુરપાટ આવતી ઇનોવા કારના ચાલકે કારના સ્‍ટીયરીંગ ઉપર કાબુ ગુમાવેલ અને બેકાબુ બનેલ કારે સાઇડમાં ચાલ્‍યા જતા મીત નિલેશભાઇ ગોહીલ (ઉ.વ.૩) અને આરતી રમેશભાઇ ગોહેલ (ઉ.વ.૧૪)ને હડફેટે ચઢાવતા બન્ને બાળકોના ઘટના સ્‍થળે મૃત્‍યુ થયેલ છે.

કાર ચાલકે બેકાબુ કારની હડફેટે બે બાળકોને લીધા બાદ કાર રોડ સાઇડ નજીકના ખેતર સાથે અથડાઇ ગઇ હતી. કાર ચાલક નાસી ગયેલ છે. અકસ્‍માતની પોલીસ તપાસ કરી રહેલ છે.

(11:43 am IST)