Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વિશ્વ સિંહ દિવસની ઉજવણી : વિજયભાઇ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જોડાયા

સિંહ સંરક્ષણ અને સંવર્ધનના ભગીરથ કાર્યમાં સંકલ્‍પબધ્‍ધ થવા ૫૦ લાખ લોકોને એસએમએસ અને ઇ-મેઇલથી સંદેશો પાઠવાશે : સાસણના ડીસીએફ મોહન રામ

 

(વિનુ જોષી દ્વારાા જૂનાગઢ તા. ૧૦ : ગુજરાત સરકારશ્રી અને વન વિભાગ દ્વારા આજે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ ઉજવણી ૨૦૧૬ થી લોકભાગીદારીથી શરૂ કરવામા આવેલ છે.  જેમાં ઉત્તરોતર લોકભાગીદારીની સંખ્‍યામાં વધારો થતો રહેલ છે. ૨૦૧૯ માં પાંચ જિલ્લાની પ૦૦૦ થી વધુ શાળાઓમાં એન.જી.ઓ.,ગ્રામજનો,સિંહ પ્રેમીઓ,શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ,આ ઉજવણીમાં ૧૧.૩૭ᅠᅠᅠલાખ લોકોજોડાયેલ જેની નોંધ વર્લ્‍ડબુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલ છે.

કોવિડ-૧૯મહામારીના કારણે ૨૦૨૦ માં વિશ્વ સિંહ દિવસની ઉજવણી વર્ચ્‍યુલ માધ્‍યમથી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્‍યામાં લોકો વર્ચ્‍યુલ માધ્‍યમથી જોડાઇ ભાગ લેવામાં આવેલ અને સોશ્‍યલ મીડીયા પર સિંહને લગતી વિવિધ પ્રકારની પોસ્‍ટ કરવામાં આવી હતી.

વર્તમાન સંજોગોને ધ્‍યાને રાખીને આ વર્ષે પણ આજ રીતે વચ્‍યુલ માધ્‍યમથી વિવિધ ફોટોગ્રાફી અને ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે સવારે ૧૦ કલાકે ગાંધીનગરથી રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમજ તેમની ઉપસ્‍થિતિમાં સ્‍પર્ધકોનું પરિણામ જાહેર કરવામાં આવશે.

વિશ્વ સિંહ દિવસની ઉજવણી એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકસહયોગ મળી રહે તે માટે કરવામાં આવે છે. જેના ભાગરૂપે વન વિભાગ દ્વારા આ દિવસે સિંહ સંરક્ષણ અને સંવર્ધનના ભગીરથ કાર્યમાં જોડાય સંકલ્‍પબધ્‍ધ થવા માટે ૫૦ લાખ લોકોને એસ.એમ.એસ.દ્વારા અને એક લાખ લોકોને ઇ-મેઇલ દ્વારા સંદેશો પાઠવવામાં આવશે તેમ સાસણના ડીસીએફ મોહન રામે જણાવ્‍યું હતું.

(11:18 am IST)