Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વડિયા પોલીસની દેશી દારૂની ડ્રાઇવઃ ચાર સ્‍થળે રેડ કરતા કુલ ૧૧ લીટર દારૂ પકડાયો

દેશી દારૂના વેચાણ બાબતે પોલીસની લાલ આંખઃ રેડની સંખ્‍યાના પ્રમાણમાં દારૂનો જથ્‍થો નહિવત હાથ લાગ્‍યો..

 

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૧૦: વડિયા વિસ્‍તારમાં દેશી દારૂ પીધેલા લોકોના આંટાફેરા વધતા પોલીસ સક્રિય બની તેની સામે ગુનો નોંધે છે ત્‍યારે આ દારૂ ક્‍યાંથી આવે છે તેની તપાસ પણ મહત્‍વ ની છે. ત્‍યારે વડિયા પોલીસ દ્વારા તાલુકાના ચાર સ્‍થળે દારૂના વેચાણની બાતમીના આધારે રેડ કરતા દેશી દારૂનુ વેચાણ અલગ અલગ ગામોમાંથી ઝડપાયું હતુ. જેમાં વડિયાના હનુમાન ખીજડીયા ગામે નદી કિનારેથી વિક્રમ ટપુભાઈ વાઘેલા નામનો શખ્‍સ બે લીટર દારૂ સાથે, વડિયાના ઢોલવા નાકા પાસે અરવિંદ ઉકાભાઇ કાવઠીયાના રહેણાંક મકાનમાંથી ચાર લીટર દારૂ, ખજૂરી પીપળીયા ગામે જગદીશ ધીરુભાઈ રાઠોડના રહેણાંક મકાનમાંથી બે લીટર દારૂ અને લૂણીધર ગામે દિનેશ મહેશભાઈ ચાવડાના રહેણાંક મકાનમાંથી ત્રણ લીટર દારૂ ઝડપાયો હતો. આ તમામ દારૂના ધંધાર્થીઓ પર ગુણો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. જોકે પોલીસને દેશી દારૂની ડ્રાઇવમાં ખાસ સફળતા મળી હોય તેવુ દારૂના જથ્‍થા પરથી જણાતુ નથી પરંતુ ઘણા સમય પછી વડિયા પોલીસે દેશી દારૂના અડ્ડા પર તવાઈ કરતા દેશી દારૂના બુટલેગરો પર હવે વડિયા પોલીસ જાગી હોય તેવું જોવા મળી રહ્યુ છે. હવે આવનારા દિવસોમાં વડિયા પોલીસ કેટલે અંશે દારૂનો જથ્‍થો પકડવામાં સફળતા મેળવે છે તે જોવાનું રહ્યું.

(11:17 am IST)