Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કેશોદના રાણીંગપરા ગામે ખેતરના બોરમાંથી પાણીનો ધોધ છૂટયો

પાણી સાથે ૧૩૦ ફૂટ પાઇપ લાઇન સહિત મોટર બહાર ફેંકાતા ખેડૂતને એક લાખથી વધુનું નુકસાન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૦ : કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે રહેતા કરશનભાઈ ડાભીના વાડીના ખેતરમાં આવેલ પાણીના બોરમાં મોટરની સર્વિસમાં ફોલ્ટ થતાં બોરમાંથી મોટર બહાર કાઢવાની કામગીરી શરૂ હતી તે દરમિયાન બોરમાંથી અચાનક ઓટોમેટીક પાણી બહાર આવવાની શરૂઆત થતાં ખેડુતો ત્યાંથી દોડીને દુર જતા રહેલ ત્યાર બાદ પાણીના બોરમાંથી ઓટોમેટીક પાણીનો ધોધ સાથેનો ફુવારો ઉંચે સુધી છુટવાનું પંદરથી વધુ મીનીટ સુધી ચાલુ રહ્યોહતો તેસમયે પાણીના પ્રેશરથી બોરમાં રહેલ આશરે ૧૩૦ ફુટ પાઈપ લાઈન સર્વિસ સહિત ઈલેકટ્રીક મોટર બોરની બહાર ફેંકતા અંદાજે એક લાખથી વધુ રૂપિયાનું નુકશાન થયુ હોવાનું ખેડુતે જણાવ્યું હતુ.

રાણીંગપરા ગામના ખેતરમાં અનોખું દ્રશ્યો સર્જાતા જોગાનુજોગ બનેલી ઘટના સમયે મેઘ ધનુષના રંગો પણ આકાશમાં જોવા મળેલ હતા.

અત્રે ઉલ્લેખનીયછે કે ચોમાસામાં આ પહેલા પણ ત્રણથી ચાર વખત અલગ અલગ ગામોમાં પણ આવી જ ઘટનાઓ બની હોવાનું બહાર આવેલ છે.

(10:09 am IST)