Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ભુજ : જીએસટી તપાસમાં ધડાકો : બે પેટ્રોલ પંપે વેટ રજિસ્ટ્રેશન વગર પરબારું ૪૧ કરોડનું પેટ્રોલ વેચ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : જીએસટી રજિસ્ટ્રેશન વગર જ પરબારું પેટ્રોલ વેચનાર પંપ સામે હાથ ધરાયેલી રાજય વ્યાપી તપાસ દરમ્યાન ભુજમાં બે પેટ્રોલ પંપની તપાસમાં ધડાકો થયો છે.

ભુજના વિનાયક પેટ્રોલ પંપ દ્વારા ૨૧.૪૪ કરોડ અને ભુજ તા.ના ધાણેટી ગામના દ્વારકેશ પેટ્રોલ પંપ દ્વારા ૧૯.૫૧ કરોડનું પેટ્રોલ પરબારું વેંચાણ કરાયું હોવાનું જણાતાં તેમની સામે કાર્યવાહી કરાઇ છે.

ગુજરાત વેટ અધિનિયમ પ્રમાણે નોંધણી ફરજિયાત છે. જે મેળવ્યા બાદ વ્યાપારીઓ ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવી શકે છે.

(10:14 am IST)