Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

શાળા – કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ ફરજીયાત કરવા આદેશ અપાયો

સરકારના આરોગ્ય વિભાગનો પરિપત્ર મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ આદેશ

અમદાવાદ :રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોધાતાં શાળા કોલેજ ચાલુ કરવા તજવીજ હાથ ધરાઈ છે.વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધે નહિ તે માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે. સરકારના આરોગ્ય વિભાગનો પરિપત્ર અનુસાર શાળા – કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ ફરજીયાત કરવા આદેશ આપવામાં આવો છે. મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ આદેશ આપવામાં આવ્યો છે.

જો કે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સરકારે કોરોનાને કાબૂમાં લેવા ત્રિપલ T વાળો ટ્રેક અપનાવ્યો છે. અને શાળા અને કોલેજમાં RTPCR ટેસ્ટ ની વ્યવસ્થા કરવા આદેશ આપ્યા છે.

 અત્રે ઉલેખનીય છે કે શાળા શરુ કર્યા બાદ સુરત ખાતે ધોરણ ૧૦ના ત્રણ વિધાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા હતા. અને તાત્કાલિક જે અંગે ઘટતું કરવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. અને વિધાર્થીઓમાં સંક્રમણ નાં ફેલાય તે માટે સરકાર દ્વારા હવે આગમ ચેતી રૂપે વિધાર્થીઓના RTPCR ટેસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી કોરોના કેસમાં સતત મોટો ઘટાડો નોધાઇ રહ્યો છે. હાલમાં રાજ્યમાં દૈનિક નોધાતાં કોરોના કેસની સંખ્યા 20 ની આસપાસ છે. રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.

(9:36 pm IST)