Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગોંડલના શેમળા પાસે કારની ઠોકરે વેન ત્રણ ગોથા ખાઇ ગઇઃ ધારા દેસાઇનું મોતઃ માતા-પિતા અને ભાઇનો બચાવ

મુળ રાજકોટનો પટેલ પરિવાર હાલ ગોંડલ રહે છેઃ રાજકોટ સગાને ત્‍યાં જમણવારમાં આવતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૦: ગોંડલના શેમળા ગામ નજીક મારૂતિ વેન કારને પાછળથી બીજી કારે ટક્કર મારતાં વેન ત્રણ ગોથા ખાઇ જતાં તેમાં બેઠેલા મુળ રાજકોટના અને હાલ ગોંડલ રહેતાં પટેલ પરિવારની ૧૭ વર્ષની દિકરીનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. જ્‍યારે તેણીના માતા, પિતા અને ભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટ કોઠારીયા રોડ સાધના સોસાયટી વિસ્‍તારમાં રહેણાંક ધરાવતાં અને હાલ ધંધાના કામ માટે ગોંડલ ભાડેથી રહેતાં પટેલ પરેશભાઇ દેસાઇ ગઇકાલે ગોંડલથી મારૂતિ વેનમાં પત્‍નિ કૈલાસબેન, પુત્રી ધારા (ઉ.૧૭) અને પુત્ર યશ (ઉ.૧૮)ને બેસાડીને રાજકોટ સગાના ઘરે જમણવાર હોઇ ત્‍યાં આવી રહ્યા હતાં. શેમળા ગામના પાટીયા પાસે તે વેનનો ટર્ન લઇ રહ્યા હતાં ત્‍યારે પાછળથી બંબાટ સ્‍પીડે આવી રહેલી કારની જોરદાર ટક્કર લાગતાં વેન ત્રણ ગોથા ગઇ હતી.

આ અકસ્‍માતમાં ધારાને ગંભીર ઇજાઓ થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. તેણીના માતા, પિતા અને ભાઇનો નજીવી ઇજાઓ સાથે ચમત્‍કારીક બચાવ થયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. છત્રપાલસિંહે બનાવ સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

(2:25 pm IST)