Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મોરબીના લાખાભાઇએ ફિનાઇલ પી લીધુ

ઉછીના આપેલ રૂપિયા આપો નહિ તો મકાન ખાલી કરોની ધમકી મળતા

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : મોરબીના શનાળા બાયપાસ રોડ પર તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને ઉછીના લીધેલ પૈસા પરત ના આપી શકતા આરોપીએ પૈસાની માંગણી કરી ધમકી આપતા યુવાનને લાગી આવતા ફિનાઈલ પી લીધું હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા લાખાભાઈ ખીમાભાઈ કુંભારવાડિયા (ઉ.૩૮)એ દોઢ બે વર્ષ પહેલા આરોપી કાનાભાઈ મોહનભાઈ ગોગરા રહે-શનાળા પાસેથી ધંધા માટે ઉછીના નાણા લીધેલ હોય જે નાણા ફરિયાદી લાખાભાઈ હાલે પરત આપી શકે તેવી સ્‍થિતિ ન હોય જેથી પરત આપેલ ન હોય અને આરોપી કાનાભાઈ ગોગરા અવારનવાર ફરિયાદી લાખાભાઈને નાણા પરત આપી દેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેમજ આઠેક દિવસ પહેલા ફરિયાદી લાખાભાઈ ઘરે હાજર ન હોય ત્‍યારે આરોપી કાનાભાઈ ગોગરા એ ફરિયાદી લાખાભાઈના ઘર પાસે જઈએ લાખાભાઈના પત્‍ની તથા માતાની હાજરીમાં ગાળો બોલી નાણા પરત આપી દેજો નહીતર મકાન ખાલી કરાવી દઈસ અને લાખાભાઈને જાનથી મારી નાખીસ તેવી ધમકી આપેલ હોય જે મનોમન લાગી આવતા તેમજ આરોપી આરોપી કાનાભાઈ ગોગરાના ત્રાસથી કંટાળી જઈ લાખાભાઈ એ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હોવાની ફરિયાદ નોંધાઈ છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:27 pm IST)