Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વિસાવદર અને બીલખા પંથકમાં જુગાર દરોડા, ૧૪ શખ્સોની ધરપકડ

પટમાંથી પોલીસે રૂા. ૨૩ હજાર કબ્જે કર્યા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૦ : વિસાવદર અને બીલખા પંથકમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી ૧૪ શખ્સોને ઝડપી લઇ રૂા. ૨૩ હજારના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ભીમ અગિયારસનું પર્વ નજીકમાં હોય જુગારની પ્રવૃતિ ફુલે- નહિ તે માટે પોલીસે કમર કસી છે.

વિસાવદરના જેતલવડ ગામના રવજી પ્રાગજીભાઇ પરમારના મકાનના ફળિયામાં જુગાર રમાતો હોવાની જાણ થતા પોલીસે દરોડો પાડ્યો હતો.

જેમાં પોલીસે રવજી પરમાર તેમજ હરેશ કાન્તીલાલ બોધરા, સુરેશ લખમણ બેરડીયા, પ્રાગજી કાનાભાઇ પરમાર, કેતન લખમણ બેરડીયા, ભરત ધનજીભાઇ પડલારા અને લાલજી મનસુખ સાંગાણીને રૂ). ૧૨,૩૭૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.

જ્યારે બીલખા પોલીસે બીલખાનાં ઉમરાળા ગામે ઉતાવળી નદી પાસે જાહેર ચાલતો જુગાર અડો પકડી પાડ્યો હતો.

અહિંથી પોલીસે રહીમ જમાલભાઇ મોછીયા, જયરાજ દાદભાઇ વાળા, મધુ ગજુભાઇ જેબલીયા રણજીત વલકુભાઇ વાળા, અશોક નારણભાઇ ઉવરીયા, વાઘુભાઇ ગોવિંદ નંદાણીયા અને છગનલાલ ખીમા છદાલીયાને રૂા. ૧૧,૨૫૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી લઇ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:22 pm IST)