Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ધંધામાં મંદી - આર્થિક સંકટથી કંટાળી મોરબીના જીતેન્‍દ્રભાઇ લોહનો ડેમમાં ઝંપલાવી આપઘાત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : મોરબીના રવાપર રોડ ક્રિષ્‍ના સ્‍કુલની બાજુમાં અમૃત હાઈટ્‍સમાં રહેતા યુવાને કામ ધંધામાં મંદી હોવાથી આર્થિક સંકળામણના કારણે ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

મોરબીના રવાપર રોડ ક્રિષ્‍ના સ્‍કુલની બાજુમાં અમૃત હાઈટ્‍સમાં રહેતા જીતેન્‍દ્રભાઈ કેશવજીભાઈ લોહ (ઉ.૨૭) ને ધંધામાં મંદી હોય જેથી આર્થિક સંકળામણ હોય જેથી ગત તા.૭-૬ના રોજ પોતાના ઘરેથી નીકળી જઈ પોતાની જાતે જોધપર(નદી) ગામની સીમમાં આવેલ જોગેસ્‍વર ફાર્મની બાજુમાં મચ્‍છુ ૨ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:25 pm IST)