Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જેતપુરઃ સાસણમાં વેકસીનની મુદત ઘટાડવા-સિંહ દર્શનના ર સ્‍લોટ કરવા હોટલ એસો.ની રજૂઆત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૦ :.. સાસણ સિંહ દર્શન કરવા દેશ-વિદેશથી લોકો આવે છે. જેના લીધે અન્‍ય ધંધાનો વિકાસ થયો છે.

ચોમાસામાં તંત્ર દ્વારા સફારી બંધ કરી દેવામાં આવે છે. જેથી પ્રવાસીઓ અને હોટલોના માલીકોને મુશ્‍કેલી પડતી હોય. હોટલ એસો.ના મુકેશભાઇ મહેતા, હમીરભાઇ બારડ, બળવંતભાઇ ધામી, વિનુભાઇ આ પ્રશ્ને વન-પર્યાવરણ મંત્રી તેમજ ફોરેસ્‍ટના અધિકારીઓને મળેલ અને રજૂઆત કરેલ કે સફારીનું વેકેશન સમય ઘટાડી ૩૦ જૂને શરૂ કરવામાં આવે અને ૧ ઓકટોબર પૂરી કરી દેવામાં આવે તેમજ એક દિવસમાં સફારી ના સ્‍લોટ દિવસમાં બે વખત રાખવામાં આવે કેમ કે ત્રણ વખતના કારણે વન્‍ય જીવ હેરાન થતા હોય માટે બે વિભાગ કરી બેઠક વ્‍યવસ્‍થા વધારવામાં આવે ઉપરાંત ચોમાસા દરમ્‍યાન રાષ્‍ટ્રીય ઉધાન અને અભ્‍યારણની બહાર સફારી માર્ગો ખોલવામાં આવે તેવી પણ માંગ કરી હતી. તમામ પ્રશ્ને હકારાત્‍મક અભિગમ ધરાવી તુરંત જ આ અંગે યોગ્‍ય નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્‍યું હતું. 

(1:17 pm IST)