Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વંથલીમાં સગીર વિદ્યાર્થીનીનો પીછો કરી જાતિય સતામણી

વાતો કરવા દબાણ કરી સગીરાનાં ભાઇને માર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૦ : વંથલીમાં સગીર વિદ્યાર્થીનીની એક શખ્‍સ પીછો કરી જાતિ સતામણી કર્યા બાદ વાતો કરવા દબાણ કરી સગરાનો ભાઇને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

વંથલી નજીકના એક ગામમાં રહેતા એક પરિવારની સગીર દિકરી વંથલી ખાતે નગર પંચાયત હાઇસ્‍કૂલમાં અભ્‍યાસ કરે છે.આ દિકરી જ્‍યારે ભણવા જતી ત્‍યાર વંથલીનો અમન ઉર્ફે ધર્મેશ જીતુભાઇ વાણવી નામનો શખ્‍સ સગીરાનો પીછો કરી નાતિય સતામણી કરતો હતો.

તેમજ વાતો કરવા દબાણ કરી વાતો ન કરે તો તેનાં ભાઇને માર માવાની ધમકી અમને આપી હતી.

એટલુ જ નહિ આ શખ્‍સે તરૂણીનાં મોબાઇલમાં મેસેજ કરી તેના ભાઇને માર મારીને ઇજા પહોંચાડી હતી.

આ રોમિયો સામે તરૂણીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલસે અજાણ વાણવી સામે કલમ ૩૫૪ (ક), ૩૫૪ (ઘ), ૩૨૩, ૫૦૪, ૨૯૪ (બી) અને પોકસો એકટની કલમ ૧૨ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ માણાવદરની ઇન્‍ચાર્જ સી.પી.આઇ આર.એમ.પટેલ ચલાવી રહ્યા છે. d

(1:16 pm IST)