Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મોરબીમાં સતવારા જ્ઞાતિનો કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

મોરબી, તા.૧૦: હાલ જ ધોરણ-૧૦ અને ૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્‍યું છે.બાળકો મુંજવણ અનુભવતા હોઈ છે કે ધોરણ-૧૦ અને ૧૨ પછી શું કરવું? તેમજ કોલેજ પુરી કર્યા બાદ કયાં ફિલ્‍ડમાં આગળ વધવું એ અંગે મોરબીમાં સતવારા જ્ઞાતિનો કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

સતવારા સમાજ આયોજિત નવગામ જ્ઞાતિ- મોરબી દ્વારા ધોરણ ૧૦ ;૧૨ અને ગ્રેજ્‍યુએટ પછી શું કરવું ? તે અંગે માર્ગદર્શન આપવા મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડો.લખમણભાઇ કંઝારિયાના પ્રમુખ સ્‍થાને સેમિનાર યોજાયેલ હતો.

ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ ૧૦, ૧૨ અને ગ્રેજ્‍યુએટ પછી શું કરવું ? તે અંગે મૂંઝવણો અનુભવતા હોય છે. તો તે અંગે માહિતી અને માર્ગદર્શન માટેના આ કાર્યક્રમમાં સીવણ ક્‍લાસની બહેનોની પ્રાર્થના બાદ, સર્વે મહેમાનોના હસ્‍તે દીપ પ્રાગટય કરીને, સર્વે મહેમાનોનું શબ્‍દોથી સ્‍વાગત દેવેશભાઈ કંઝારિયાએ કરેલ હતું.આ પ્રસંગે ધોરણ ૧૦ પછી શું કરી શકાય ? તે અંગે યોગેશભાઈ કંઝારિયાએ વિસ્‍તળત ચર્ચા કરી હતી.ત્‍યારબાદ ધોરણ ૧૨ પછી વિશાળ તકોની વાત એમ.એમ સાયન્‍સ કોલેજના એનસીસી ઓફિસર પ્રો.ડો. શર્માએ અનેક નવી તકોની ચર્ચા કરી, ધોરણ ૧૦ પાસ કે નપાસ વિદ્યાર્થીઓ માટે સ્‍વરોજગારી માટે ITIમા વિશાળ તકોની વાત દેવેશભાઈ કંઝારિયાએ કર્રી, ગ્રેજ્‍યુએટ પછી વિશાળ તકો અંગે યુ.એન. મહેતા આર્ટસ કોલેજના પ્રિન્‍સિપાલ પ્રો.દંગી તથા જી .જે .શેઠ કોમર્સ કોલેજના પ્રિન્‍સિપાલ ડો. ગરમોરા વિસ્‍તળત માહિતી આપી, આજના યુગમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી ? તે અંગેની માહિતી જામજોધપુર કોલેજના પ્રો. ડો.સુનીતાબેન કંઝારિયાએ કરી,મોરબી જિલ્લાના રોજગાર કચેરીના ચતુરભાઈ વરાણીયાએ સ્‍વરોજગારી ,નોંધણી અને ભરતી અંગે માહિતી આપી તો જગદીશ ભાઈ સોનગાએ CA/CS/ CWA વિશે માહિતી આપેલ હતી.

આ પ્રસંગે જ્ઞાતિના અને કાર્યક્રમના -મુખ ડો.લખમણભાઇ કંઝારિયાએ જણાવેલ કે વિદ્યાર્થીઓએ બધા ડોકયુમેન્‍ટ તૈયાર રાખવા ,એડમિશન જ્‍યાં લેવું હોય તેના ફોર્મ સમયસર ભરી દેવા અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી અત્‍યારથી જ કરવી જોઈએ.જે વિદ્યાર્થી મિત્રો દસ -બાર કલાક મહેનત કરતા હશે.તેઓ જરૂર સફળ થશે જ કારણ કે એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે.કાર્યક્રમના અંતમાં દરેક વક્‍તાઓનુ પ્રમુખના હસ્‍તે સાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા નવગામ જ્ઞાતિના મંત્રી રમેશભાઇ પરમાર વિશેષ ઉપસ્‍થિત રહેલા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને ધોરણ ૧૦,૧૨ અને કોલેજ પછી શું કરી શકાય. ? તે અંગેના પેમ્‍પલેટ વગેરે સાહિત્‍ય આપવામાં આવેલ હતું.

કાર્યક્રમના અંતમાં સર્વે મહેમાનો , વાલીઓ અને વિદ્યાર્થી,ભાઈ-બહેનોનો આભાર કેતનભાઇ પરમારે માનેલ હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ પરમારે કરેલ હતું

(2:24 pm IST)