Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

પોરબંદરમાં ફુટપાથ ઉપર બગીચો

નજીકમાં શાળા હોય વિર્દ્યીાર્થીઓ તથા રાહદારીઓને અડચણઃ કલેકટરને રજૂઆત

(હેમેન્‍દ્ર પારેખ દ્વારા) પોરબંદર, તા.૯: શાળાની બાજુમાં ફુટપાથ ઉપર બગીચો બનાવવામાં આવી રહ્યો છે જેનાથી શાળાના વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને આ ફુટપાથ ઉપર બગીચો અડચણરૂપ હોય સામાજિક કાર્યકર દિનેશભાઇ માંડવિયા દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવેલ કે બાલુબાકન્‍યા શાળા અને રૂપાળી બા બાગ (ગાર્ડન) પાસે ફુટપાથ ઉપર બનાવવામાં આવી રહેલ ગાર્ડન જાહેર જનતાના હિતને નુકશાનકર્તા છે.

કન્‍યાશાળામાં નાની મોટી બાળાઓ અભ્‍યાસ કરે છે. રાહદારીઓને ચાલવાની ફુટપાથ પર ગાર્ડન બતાવવાથી રસ્‍તામાં અકસ્‍માતની પુરી સંભાવના રહે છે. એટલું જ નહી આવારા તત્‍વોની રોમીયોગીરી પણ વધતી જશે. કન્‍યાની સલામતી જોખમાશે. આ ફુટપાથ નીચેથી સાંઢીયાગટર આવેલી છે. તે વાત ભુલવી ન જોઇએ પાણી નિકાલ-સફાઇનો મોટો પ્રશ્ન ઉપસ્‍થિત થશે. શહેરમાં દીનપ્રતીદીન યાંત્રિક દ્વિચક્રી-ચાર વ્‍હીલ વાહનનો વધારો થતો જાય છે.

રૂપાળી બા બાગ-ખાસ મહિલા અને બાળકો માટે રખાયેલ છે. મહિલાઓ- નાના સગીર-બાળકો - ભૂલકાઓની પણ ગંભીર સમસ્‍યા સલામતીની ફુટપાથ ઉપરના બગીચાથી ઉભી થશે. રોજબરોજ શહેરમાં અપ્રિય ઘટના બળાત્‍કાર સગીરાના અપહરણના હૃદયદ્વવી જાય તેવા સમાચારો  માધ્‍યમ દ્વારા બહાર આવે છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(1:10 pm IST)