Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ધોરાજીના રાવળ ફળિયા વિસ્‍તારની મહિલાઓ દ્વારા પાણીના પ્રશ્ને નગરપાલિકા હાયહાયના સૂત્રોચ્‍ચાર

ધોરાજી, તા.૧૦: રાવલ ફળિયા વિસ્‍તાર માં લોકો ને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

ચાર વર્ષ થી પીવાનું પાણી લોકો ને મળતું નથી લોકો પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકી રહ્યા છે પાલિકા તંત્ર ને અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ નિરાકરણ ન લાવતું હોવાનું સ્‍થાનિકો એ આક્ષેપ કર્યો હતો

રાજ્‍ય સરકારની નલ સે જળ ની યોજના નું ધોરાજી માં સુરસુરિયું થઇ રહ્યું છે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પીવાનું પાણી મળી રહે છે એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ દાવા ધોરાજી ના રાવલ ફળિયા વિસ્‍તાર માં પોકળ સાબિત થઈ રહ્યા છે.

અહી ના સ્‍થાનિકો ને છેલ્લા ત્રણ થી ચાર વર્ષ થી પીવાનું પાણી મળતું નથી જેને લઇ ને રોષ જોવા મળી રહ્યો છે રાવલ ફળિયા વિસ્‍તાર ની મહિલાઓ એ પાલિકા તંત્ર વિરૂદ્ધ સૂત્રોચાર કરી અને એમનો રોષ વ્‍યકત કરેલ હતું.

રાવલ ફળિયા વિસ્‍તાર ની મહિલાઓ નું કહેવું છે કે અહીંયા નગર પાલિકા દ્વારા પીવાના પાણી ની નવી પાઇપ લાઈન નાખવામાં આવી છે પરંતુ હજુ એમાં પાણી ના આવતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પીવાના પાણી માટે અહી વર્ષ ૨૦૧૪માં ધારાસભ્‍ય જયેશ રાદડીયા દ્વારા આ વિસ્‍તાર ના લોકો ની પીવાના પાણી ની સમસ્‍યા નિવારણ માટે અંદાજિત બે લાખ રૂપિયા ના ખર્ચે સબ મર્સિબલ અને ટાંકો બનાવી આપવામાં આવેલ હતો જે ટેકનિકલ ખામી ને કારણે છેલ્લા ચાર વર્ષ થી બંધ છે જો આ સબ મરસિબલને રિપેર કરી આપવામાં આવે અને નવી લાઇન ચાલુ કરી આપવામાં આવે તો સમસ્‍યાનું નિરાકરણ આવી જાય આ બાબતે જાહેરમાં બેડાઓ લઈને ધોરાજી નગરપાલિકા હાઈના સુત્રોચ્‍ચાર પોકાર્યા હતા

ધોરાજી નગર પાલિકા ના ચીફ ઓફિસર  ચારુબેન મોરીનો સંપર્ક સાધતા તેઓ એ જણાવેલ હતું કે ધોરાજી ના કોઈ પણ વિસ્‍તાર માં પાણી ની સમસ્‍યા હશે તેનું નિરાકરણ લાવવા માટે સ્‍ટાફ ને સૂચના આપી દેવામાં આવી છે અને રાવલ. ફળિયા વિસ્‍તાર ની પણ ફરિયાદ મળી છે જેનું તાત્‍કાલિક નિરાકરણ લાવવમાં આવશે અને તેજ વિસ્‍તાર નું જે સબ મર્સીબલ બંધ છે તે તાત્‍કલિક રિપેર કરી આપવામાં આવશે અને પાણી ની સમસ્‍યા નું નિરાકરણ આવે માટે પાલિકા તંત્ર સજ્જ છે.

(1:08 pm IST)