Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

પાલિકામાં ભરતીમાં ગેરરીતિના આક્ષેપ અંગે કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદઃ પાલિકા ફાયર વિભાગમાં ભરતી અંગે આક્ષેપ પ્રતી આક્ષેપનો વાદ વિવાદ ઘણાં સમયથી સર્જાયોછે અગાઉ પણ આવેદન પત્રો આપી રજુઆત કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે ફાયર વિભાગમાં થયેલ ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી જયારે નગર પાલિકા સતાધિશો દ્વારા એવું જણાવવામાં આવી રહયુછે કે સરકારશ્રીના નિયમોનુસાર ભરતી કરવામાં આવીછે ત્યારે આજે કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા નગરપાલિકા સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર આપ્યું હતુ. આવેદનપત્ર બાદ નગર પાલિકા પ્રમુખની ચેમ્બર સામે કોંગ્રેસ સમીતી દ્વારા રામધુન બોલવામાં આવી ભ્રષ્ટાચાર બંધ કરો નગર પાલિકા પ્રમુખ રાજીનામું આપો સહીતના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

(1:07 pm IST)