Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જામનગરમાં રોંગસાઈડમાં આવી રીક્ષા સાથે અથડાઈ ચાલકને ખંખેરતી ટોળકી સામે ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં માણસુરભાઈ ભીખાભાઈ બગડા, ઉ.વ.૪૦, રે. શંકરટેકરી શાસ્‍ત્ર્રીનગર, ખોડીયાર માતાના મંદિર પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી બે મહિના પહેલા સાંજના પાચેક વાગ્‍યે સાંઢીયા પુલ પાસે આરોપીઓ ધવલ, મિહીર, ગુલામે મુસ્‍તફા ઉર્ફે લાલુ એ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદી માણસુરભાઈની રીક્ષા નં. જી.જે.-૧૦-ટી.વી.૧પ૬૦/- સાથે આરોપી ધવલ તથા મિહિર એ મોટરસાયકલ નં. જી.જે.-૧૦-બી.પી.-૯૦૭૧ ને રોંગસાઈડમાં ભટકાડી એકસીડન્‍ટની ફરીયાદી કરવાની બીક બતાવી મોટરસાયકલ તથા મોબાઈલના નુકશાનીના રૂપિયા આપવા પડશે તેમ કહી ગાળાગાળી કરી આરોપી ગુલામે મુસ્‍તફા ઉર્ફે લાલુ એ ફરીયાદી માણસુરભાઈ પાસેથી રૂપિયા ૬૦,૦૦૦/- બળજબરી પુર્વક કઢાવી ગુનો કરેલ છે.

મકાનમાંથી દારૂની ૧૯ બોટલ ઝડપાઈ : આરોપી ફરાર

જોડીયા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ભગીરથસિંહ કિરીટસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૬-ર૦રરના પીઠડ ગામે આરોપી મનસુખભાઈ નારૂભાઈ બરબસીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૯, કિંમત રૂ.રર૮૦/- પોતાના ઘરે રાખે હાજર નહીં મળતા આ અંગે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મેલાણા ગામ પાસે દારૂની સાથે ઝડપાયો

જામનગર : જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મેઘરાજસિંહ જયદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૬-ર૦રરના સાતવડ સીમમાં નેહડા ધાર વાડી વિસ્‍તાર, ચેતનભાઈ ખાંટની વાડીની સામે, મેલાણ ગામ તરફ જવાના રસ્‍તે આરોપી બાવન રૈયા છેલાણા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૬ કુલ કિંમત રૂ.૩૦૦૦/ની પોતાના કબ્‍જામાં રાખી ઝડપાઈ ગયેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા બે ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ નટુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦રરના નવાનાથ ગેઈટ પાસે, જામનગરમાં આરોપી અલ્‍તાફ ઈબ્રાહીમભાઈ શેરવાની, દિપકભાઈ પરસોતમભાઈ ચાવલીયા એ ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૭૬પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

છકડા રીક્ષા સામે બે શખ્‍સો અથડાઈ ચાલકને ખંખેરીયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ભરતભાઈ આલાભાઈ ચોપડા, ઉ.વ.ર૯, રે. શંકરટેકરી શાસ્‍ત્ર્રીનગર, ખોડીયાર માતાના મંદિર પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી વીસેક દિવસ પહેલા શંકર ટેકરી, રામનગરના ખુણા પાસે આરોપીઓ નવસાદ, ગુલામે મુસ્‍તફા ઉર્ફે લાલુ એ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદી ભરતભાઈની છકડો રીક્ષા નં. જી.જે.-૧૦-ટી.વી.૦૮૦૮/- ની સાથે આરોપી નવસાદ એ મોટરસાકયલ ભટકાડી એકસીડન્‍ટની ફરીયાદી કરવાની બીક બતાવી મોટરસાયકલ તથા મોબાઈલના નુકશાનીના રૂપિયા આપવા પડશે તેમ કહી આરોપી નવસાદ તથા ગુલામે મુસ્‍તફા ઉર્ફે લાલુ એ ફરીયાદી ભરતભાઈ પાસેથી રૂપિયા રપ,૦૦૦/ બળજબરી પુર્વક કઢાવી ગુનો કરેલ છે.

લતીપર ગામે દારૂની ૧૯ બોટલ સાથે ઝડપાયો

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૬-ર૦રરના લતીપર, ગોકુલપર પરામાં આવેલ સ્‍મશાન પાસે આરોપી નિતીનભાઈ પ્રવિણભાઈ વાડોદરીયા એ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૯, કિંમત રૂ.૯,પ૦૦/ની રાખતા રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

ટોડા ગામે જુગાર રમતા છ ઝડપાયા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અલ્‍તાફભાઈ તારમામદભાઈ સમા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૬-ર૦રરના ટોડા ગામે ફળદુપા યોગરાજસિંહ ઉર્ફે લાલો જાડેજાના રહેણાક મકાન પાસે, આરોપી યોગરાજસિંહ ઉર્ફે લાલો કુવરસિંહ જાડેજા, જયદીપસિંહ ગુલાબસિંહ જાડેજા, ચેતનસિંહ મંગળસિંહ જાડેજા, બાબુભાઈ લખુભાઈ મોઢવાડીયા, રહીમભાઈ હબીબભાઈ ઘુઘા, જયેન્‍દ્રસિંહ ઉર્ફે જયુભા નિરૂભા જાડેજા, રે. ટોડા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીની હારજીત કરી રોકડા રૂ.ર૬૦પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

હોથીજી ખડબા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રશાંતભાઈ ખીમાભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૬-ર૦રરના હોથીજી ખડબા ગામની કારા ધાર સીમ વિસ્‍તારમાં જતા રસ્‍તે જાહેર રોડ પર આરોપી મહેન્‍દ્રસિંહ મંગળસિંહ જાડેજા, બાબુભાઈ વસ્‍તાભાઈ રાવલીયા, ફોગાભાઈ ભીમશીભાઈ ડાંગર, શૈલેષભાઈ ભીમશીભાઈ ડાંગર, રાજાભાઈ મેરામણભાઈ વરૂ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીની હારજીત કરી રોકડા રૂ.૪૭૧૦/ તથા ટોચ લાઈટ એક કિંમત રૂ.૧૦ મળી કુલ રૂ.૪૭૬૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:59 pm IST)