Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

નાઘેડી સોસાયટી વિસ્‍તારની પેયજળ ચોજનાનુ કૃષિમંત્રી હસ્‍તે ખાતમુહૂર્ત

રૂ.૪૪.૪૫ લાખના ખર્ચે અવધનગરી, આદિનાથ પાર્ક તેમજ નાઘેડીનાં અન્‍ય વિસ્‍તારોમાં ‘‘નલ સે જલ'' યોજના હેઠળ પાણી પૂરૂ પાડવામાં આવશે

 જામનગર તા.૧૦ : રાજ્‍યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્‍તે જામનગર જિલ્લાના નાઘેડી ગામે પેયજળ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. વાસ્‍મો પુરસ્‍કળત નાઘેડી ગામના સોસાયટી વિસ્‍તારોને પીવાના પાણીની આંતરિક  વિતરણ વ્‍યવસ્‍થાના કામોની યોજના અંતર્ગત રૂ.૪૪.૪૫ લાખના ખર્ચે અવધનગરી, આદિનાથ પાર્ક તેમજ નાઘેડીનાં અન્‍ય વિસ્‍તારો મળી ૪૦૦ જેટલા ઘરમાં ‘‘નલ સે જલ''યોજના હેઠળ પાણી પૂરું પાડવામાં આવશે.

 વાસ્‍મો પુરસ્‍કળત નાઘેડી સોસાયટી વિસ્‍તારની પેયજળ યોજના અંતર્ગત નાઘેડી ગામમાં રૂ. ૧૮.૨૪ લાખના ખર્ચે ૫ લાખ લીટરની ક્ષમતાનો સંપ, ૨૧.૧૭ લાખના ખર્ચે અંદાજે ૫ કિમીની આંતરિક વિતરણ પાઇપલાઇન, રૂ.૨.૮૦લાખના ખર્ચે ૪૦૦ ઘરોમાં નળ જોડાણ, રૂ.૮૮ હજારના ખર્ચે નિર્માણ થનાર સંપ પાસે પંપ હાઉસ, રૂ.૮૫૦૦૦ના ખર્ચે મશીનરી, રૂ.૫૦હજારના ખર્ચે સંપ પર વીજ જોડાણ નાખવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં નાઘેડી ગામના લોકોને ઘર આંગણે જ પીવાનું પાણી મળી રહેશે.

 આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના અધ્‍યક્ષ  ઉદયભાઈ કાનગડ, જિલ્લા ભાજપ  પ્રમુખ  રમેશભાઈ મૂંગરા, વાસ્‍મોના કાર્યપાલક ઈજનેર  વી.વી.કારીયા, કારોબારી સમિતિના ચેરમેન  ભરતભાઈ, નાઘેડીના સરપંચ શ્રી સુરેશભાઇ, ગુજરાત  પ્રદેશ કિસાન મોરચોના મંત્રી સુરેશભાઇ વસરા સહિતના આગેવાનશ્રીઓ તેમજ મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(12:55 pm IST)