Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ખંભાળિયા નજીક પૂરપાટ જતા ટ્રકની અડફેટે બાઇકસવાર વળદ્ધાનું મળત્‍યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા.૧૦ : દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે નવ કિલોમીટર દૂર સામોર ગામ પાસેથી જી,.જે. ૩૭ એચ. ૪૮૧૨ નંબરના મોટરસાયકલ ઉપર જઇ રહેલા વડત્રા ગામના અરશીભાઈ નાથાભાઈ લગારીયા નામના ૩૫ વર્ષના યુવાનના મોટરસાયકલને આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. ૧૦ ટી.એકસ, ૯૯૯૫ નંબરના ટ્રકના ચાલક શિવરાજસિંહ અનોપસિંહ લાખાસિંહ રાવત (રહે. રાજસ્‍થાન) દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવતા અરશીભાઈ લગારીયા બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા.

આ જીવલેણ ટક્કરમાં મોટરસાયકલમાં સાથે જઇ રહેલા અરશીભાઈના બા રૂડીબેન નાથાભાઈ લગારીયા (ઉ.વ, ૭૫) ને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમને અહીંની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં ફરજ પરના તબીબોએ તેમને મળત્‍યુ પામેલા જાહેર કર્યા હતા,

 આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે અરશીભાઈની ફરિયાદ પરથી ટ્રક ચાલક શિવરાજસિંહ રાવત સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ, એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવીછે.

ખંભાળિયાની બંધ મિલમાંથી

રૂપિયા ૧.૬૫ લાખના જીરૂની ચોરી

ખંભાળિયાના અશોક ઉદ્યોગનગર વિસ્‍તારમાં આવેલી રાધે ક્રિષ્‍ના -ોટીન મિલમાં ગત તારીખ ૭ જૂનની પહેલાના સમયગાળામાં કોઈ તસ્‍કરોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, આ મીલમાં રાખવામાં આવેલા જીરૂની ૪૮ ગુણીઓ પૈકી ૧૭ ગુણી જેટલું જીરું લઈ ગયા હોવાનું આ મિલના સંચાલક બોધાભાઈ કરણાભાઈ આંબલીયા (ઉ.વ, ૪૧, રહે, વિરમદળ)ના ધ્‍યાને આવ્‍યું હતું.

આમ, આ મિલના ગોડાઉનમાંથી તસ્‍કરોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અહીં રાખવામાં આવેલું કુલ રૂપિયા ૧,૬૫,૨૪૦ ની કિંમતનું ૯૧૮ કિલોગ્રામ જીરૂની ચોરી થવા સબબ ખંભાળિયા પોલીસે બોઘાભાઈ આંબલીયાની ફરિયાદ પરથી ગુનો નોંધી, પી.એસ,આઈ. એમ.જે, સાગઠીયા દ્વારા તસ્‍કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા છે.

(12:50 pm IST)