Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મોટા સમઢીયાળામાં ૮ શકુની ઝડપાયા

ખાંભા : પો.સ્‍ટે. વિસ્‍તારમાં આવેલ મોટા સમઢીયાળા ગામે મફત પ્‍લોટ વિસ્‍તારમાં સ્‍ટ્રીટ લાઇટના પ્રકાશમાં જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે. તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમે રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતાં.(૧) સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇ બાલાભાઇ ચારોલીયા (ઉવ. ૫૫), (૨) ભરતભાઇ ભાયાભાઇ ખાટરીયા (ઉવ.૨૨), (૩) સંજયભાઇ જીતુભાઇ પરમાર (ઉવ. ૩૦), (૪) રાજેશભાઇ ઉર્ફે રઘો મગનભાઇ મકવાણા (ઉવ.૨૮) (૫) મયુરભાઇ મનસુખભાઇ મકવાણા (ઉવ.૨૩), (૬) સુરેશભાઇ કરશનભાઇ સરવૈયા (ઉવ.૨૯), રહે. અમરેલી સાવરકુંડલા રોડ, (૭) વિપુલભાઇ મનસુખભાઇ મકવાણા (ઉવ.૨૫), (૮) ભરતભાઇ બાલાભાઇ પરમાર (ઉવ.૪૨) ને રોકડ રૂા.૧૯,૭૮૦ તથા મોબાઇલ ફોન નંગ-૬, કિ.રૂા. ૩૫,૦૦૦ તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં. રૂા. ૦૦/- મળી કુલ કિં. રૂા. ૫૪,૭૮૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(11:57 am IST)