Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મોરબીના ભરતનગર પાસે ટ્રક હડફેટે બાઇકસ્‍વાર અજીતભાઇ હળવદીયાનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૦: મોરબીના ભરતનગર ગામની સીમમાં વળાંક પાસે ટ્રકના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા ચાલકનું મોત નીપજયુ હતું.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્‍દ્રનગર ગામે પ્રજાપતિ કારખાનાની પાછળ રહેતા સુનીલભાઈ અજીતભાઈ હળવદીયા (ઉ.૨૩) એ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે કે આરોપી ટ્રક જીજે ૧૦ એક્‍સ ૯૨૭૩ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી ભરતનગર ગામ નજીક અચાનક વણાક વાળતા ફરિયાદી સુનીલભાઈના પિતા અજીતભાઈ ભવાનભાઈ હળવદીયાને મોટર સાઈકલ હોન્‍ડા સુપર સ્‍પ્‍લેન્‍ડર જીજે ૦૩ ઈએમ ૪૭૭૨ વાળા સાથે હડફેટે લઈ પછાડી દઈ છાતીના ભાગે ઈજા પહોચાડી મોત નીપજાવ્‍યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)