Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

થાનની સગીરાને ભગાડનાર ચુડા પંથકનો બાવાજી ઝડપાયો

વઢવાણ, તા.૧૦: સાયલા તાલુકાના વડીયા ગામેથી આરોપી ભરત દેવીદાસભાઇ મેસવાણીયા બાવાજી રહે.ચોકડી તા.ચુડા વાળો ફરીયાદીની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લઇ ગયેલ હોય જે અંગે સાયલા પો.સ્‍ટે.ગુ.ર.ન ૧૧૨૧૧૦૪૫૨૨૦૧૨૩/૨૨ ઇપીકો ક.૩૬૩,૩૬૬ તથા પોક્‍સો ક.૧૨ મુજબનો ગુન્‍હો રજી. થતા આગળની તપાસ સર્કલ પો.ઇન્‍સ શ્રી ચોટીલા સર્કલ નાઓએ સંભાળી લીધેલ.

તપાસ ટીમને હકીકત મળેલ કે આરોપી ભરત દેવીદાસભાઇ મેસવાણીયા બાવાજી રહે ચોકડી તા.ચુડા ભોગ બનનાર સાથે થાનગઢ રેલ્‍વે સ્‍ટેશન ખાતે જનાર છે. જેથી તપાસ ટીમ દ્વારા તાત્‍કાલીક થાનગઢ રેલ્‍વે સ્‍ટેશન ખાતે તપાસ હાથ ધરી ભોગ બનનાર સગીરાને આરોપી ભરત દેવીદાસભાઇ મેસવાણીયા બાવાજી ઉવ.૨૨ રહે.ચોકડી તા.ચુડા વાળા સાથે થાનગઢ રેલ્‍વે સ્‍ટેશન પાસેથી શોધી કાઢી  છે.

એલ.સી.બી. સુરેન્‍દ્રનગરના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.ડી.ચૌધરી  સુચના હેઠળ પો.સબ.ઇન્‍સ.વી.આર.જાડેજા  એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા ઋતુરાજસિંહ નારસંગભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.હેડ.કોન્‍સ. અમરકુમાર કનુભા તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા અનિરૂધ્‍ધસિંહ અભેસંગભા તથા પો.કોન્‍સ. ગોવિંદભાઇ આલાભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા સંજયસિંહ ઘનશ્‍યામસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ એ રીતેની ટીમ દ્વારા સગીરાને ભગાડી જનાર આરોપીને ગણતરીના સમયમાં ભોગ બનનાર સાથે શોધી કાઢવામા આવેલ છે.

(2:22 pm IST)