Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

લાઠીમાં પોકસોના આરોપી દંપતી ઝડપાયું

અમરેલી : લાઠી પો.સ્‍ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪રર૦ર૩૦-ર૦રર આઇપીસી ક.૩૬૩, ૩૬૬, ૩૭૬, (ર) (એન) ૧૧૪ તા પોકસો એકટ ક.૪,૬,૮,૧૭,૧૮ મુજબના કામે બાળાના અપહરણના ગુન્‍હામાં મદદગારી કરી નાસતા ફરતા આરોપીઓને ધારી હિમખીમડીપરા પાસેથી બાતમી આધારે (૧) રમેશભાઇ ધુસાભાઇ ઇટોળીયા ઉ.વ.૪૦ ધંધો મંજુરી રહે. ધારી હિમખીમડીપરા (ર) ગીતાબેન રમેશભાઇ ધુસાભાઇ ઇટોળીયા (ઉ.વ.૩૩) રહે ધંધો ઘરકામ મજુરી રહે. હિમખીમડીપરાને ઝડપી લીધા હતા. લાઠી પોલીસ સ્‍ટેશનમાં સગીર વયની બાળાના અપહરણના ગુન્‍હામાં ફરીયાદીની  દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જનાર હરેશભાઇ બાબુભાઇ મોરવાડીયા રેહ. લાઠી વાળાની મદદગારી કરી ગુન્‍હો કરેલ છે.

આ કામગીરીમાં પી.બી.લકકડ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કવોર્ડ તથા એ.એસ.આઇ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. જયપાલસિંહ ઝાલા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી પો. કોન્‍સ. નરેશભાઇ લીંબડીયા પો. કોન્‍સ. દેવાયતભાઇ ભેડા, પો. કોન્‍સ. ફારૂકભાઇ પઠાણ જોડાયેલ હતા. R

(2:26 pm IST)