Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સાત સમંદર પાર વસતા શ્રધ્‍ધાળુએ લગ્ન પ્રસંગ બાદ સોમનાથ મહાદેવની ઓનલાઇન ધ્‍વજા પુજાનો લાભ લીધો..

વેરાવળ-પ્રભાસ પાટણ, તા.૧૦: દેશ-વિદેશમાં વસતા પરીવારજનોને મળવાનું માધ્‍યમ જે રીતે ઇન્‍ટરનેટ બન્‍યુ, અને વિડિયો કોન્‍ફરન્‍સથી પરીવારોમાં જે રીતે લોકો મળી અને ખુશી મેળવે છે, તેવી જ રીતે શ્રી સોમનાથ મંદિર એ ટેકનોલોજી ના માધ્‍યમથી ભક્‍તો દેશના કોઇપણ ખુણે સોમનાથ મહાદેવની પુજા કરી શકે તેવી વિશેષ વ્‍યવસ્‍થા ગોઠવી છે.

કેનેડામાં વસતા શિવભક્‍ત ગોપાલભાઇ કુકાણીની વ્‍હાલસોઇ પુત્રી હેમાક્ષી ના લગ્ન હોઇ, તેઓની માનતા હતી કે -સંગ સુંદર સંપન્ન થાય એટલે તરત જ સોમનાથ મહાદેવની ધ્‍વજાપુજા કરી દાદાના આશિર્વિદ મેળવવા છે.

આ પરીવારને શ્રી સોમનાથ ટ્રસ્‍ટના પુજારી દિપકભાઇ ત્રિવેદી દ્વારા વિધિવિધાન સાથે ઓનલાઇન વિડિયોકોન્‍ફરન્‍સ માધ્‍યમથી પુજા કરાવેલ, સાથે જ ધ્‍વજા રોહણ સહિતના દ્રશ્‍યોથી પરીવાર ખુબજ આનંદિત થઇ ઉઠ્‍યો હતા.

ગોપાલભાઇએ જણાવ્‍યુ  કે ‘શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા ઓનલાઇન પુજા માટે કરવામાં આવેલ વ્‍યવસ્‍થા ઉત્તમ છે, આ સુંદર વ્‍યવસ્‍થાના લીધે હજારો કી.મી. દુર બેઠેલા શીવ ભક્‍તો વિદેશ થી પણ પુજા અર્ચન કરી સોમનાથ દાદા ના આશિર્વાદ મેળવી શકે. આ સુંદર વ્‍યવસ્‍થા બદલ શ્રી સોમનાથ ટ્રસ્‍ટ નો અને તમામ કર્મચારીગણ-પુજારીશ્રીનો  હૃદયસ્‍થ આભાર વ્‍યક્‍ત કરુ છું.'

દેશ-વિદેશમાં વસતા પરિવાર ઘરબેઠા ઓનલાઇન પુજા-અર્ચના કરી ધન્‍ય બનવા માંગતા હોય તેવા ભક્‍તો નીચે મુજબ સંપર્ક કરી ઓનલાઇન પુજા નો લ્‍હાવો લઇ શકે છે.

પી.આર. ઓ - ધ્રુવ જોષી -મો.૯૪૨૬૨૮૭૬૩૮, વિરાજ પ્રચ્‍છક -  મો.૯૪૨૬૨૮૭૬૩૯

ટેમ્‍પલ ઓફિસર- નિમેશ શાહ - મો.૯૪૨૬૨૮૭૬૫૯, સંજય જોષી- મો.૯૪૨૮૨૧૪૯૧૫.

(11:42 am IST)