Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ઉનાના સેજલીયામાં તીનપતી જૂગાર રમતા પ શખ્‍સો ૪૦ર૭૦ ની રોકડ સાથે ઝડપાયો

ઉના તા. ૧૦ :.. તાલુકાનાં સેજલીયા ગામે રહેણાંક મકાનમાં જૂગાર રમતા પાંચ શખ્‍સોને રોકડા રૂપિયા ૪૦,ર૭૦ ત્‍થા મોબાઇલ ફોન-ર સહિત રૂા. ૪૬ર૭૦ મુદામાલ સાથે જીલ્લા એલ. સી. બી. એ પકડી પાડયા છે.
ગીરસોમનાથ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્‍ચના ઇ. ચા. પોલીસ ઇન્‍સ્‍પેકટર કે. જે.  ચૌહાણ, એએસઆઇ એન. વી. કછોટ, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ શૈલેષભાઇ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર, રાજૂભાઇ ગઢીયા, સંદિપસિંહ ઝણકાટ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે તાલુકાનાં સેજળીયા ગામે હનુમાન દાદાના મંદિર પાસે વિનશભાઇ નાજાભાઇ બાંભણીયા પોતાના કબ્‍જા ભોગવટાના મકાનમાં બહારથી  માણસો બોલાવી નાલ ઉઘરાવી જૂગાર ચલાવતા હોય રેડ પાડતાં વિનશ નાજા બાંભણીયા, લાખા રૈયા વાળા, ધીરૂ રાજાવંશ રે. તમામ સેજળીયા ઉના વાળાને સાહીત્‍ય સાથે જૂગાર રમતા પકડી પાડી રોકડા રૂપિયા ૪૦,ર૭૦ તથા બે મોબાઇલ ફોન રૂા. ૬૦૦૦ કુલ રૂા. ૪૬,ર૭૦ મુદામાલ સાથે પકડી નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશને લાવી ગુનો દાખલ કરેલ છે.

 

(2:27 pm IST)