Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

અમરેલીમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

અમરેલી : રાજુલા ટાઉનમાં આગરીયા જકાતનાકેથી બે ઇસમોને મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની હેર-ફેર કરતા (૧) અસલમભાઇ રજાકભાઇ કાલવા (ઉવ.૨૧) રહે. રાજુલા, તવક્કલનગર, (૨) કિશનભાઇ જીકાભાઇ સોલંકી (ઉવ.૨૩) રહે. મોટા આગરીયા તા. રાજુલાને વિદેશી દારૂ (આઇએમએફએલ)ની ઇમ્‍પિરિયલ બ્‍લુ વ્‍હિસ્‍કીની ૧૮૦ મીલીની બોટલ નંગ-૬ કિ.રૂા. ૪૨૦ તથા હીરો હોન્‍ડા સીડી ડીલકસ  મોટર સાયકલ રજી નંબર જીજે-૨૫-ઇ-૫૬૬૬ કિં. રૂા. ૧૫,૦૦૦ મળી કુલ કિં.રૂા. ૧૫,૪૨૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(10:46 am IST)