Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કોડીનારના છારા ગામે દારૂની ભઠ્ઠી ઝડપાઇ

વેરાવળ,તા. ૧૦: કોડીનાર છારા ગામે દામાવાડાની સીમમાં ભીખાભાઇ રામભાઇ મેવાડાની કબ્‍જા ભોગવટાની વાડીમાં અમુક ઇસમો  ભઠ્ઠીઓ ચલાવે છે. જેથી હકીકત વાળી વાડી માં જઇ રેઇડ કરતા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચાલુ હોય (૧) ભીખુભાઇ કરશનભાઇ કામળીયા કોળી ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે.છારા ઠે.એઠાણ શેરી (૨) મહેશભાઇ કાનાભાઇ ચારણીયા કોળી ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે.કોડીનાર ઠે.નવીશેરી વાળાઓ ઓને (૧) આથો ભરેલ પ્‍લાસ્‍ટીકના બેરલ નંગ-૮ આથો લીટર ૧૬૦૦ બેરલ સહીત કી.રૂ.૪૮૦૦/- (ર) દેશી પીવાનો દારૂ ભરેલ પ્‍લાસ્‍ટીકના કેન નંગ-૭ દેશી દારૂ લીટર ૧૪૦ કેન સહીત કી.રૂ.૨૯૫૦/- (૩) ગેસના બાટલા નંગ-૪ કી.રૂ.૮૦૦૦/-(૪) ગેસના ચુલા નંગ-૩ કી.રૂ.૧૫૦૦/-(૫) પતરાના બોયલર બેલર નંઞ-૩ કી.રૂ.૬૦૦/-(૬) એલ્‍યુમીનીયમ તગારા નંગ-૩ કી.રૂ.૩૦૦/- (૭) આથાની વાસ વાળા પતરાના ડબા નંગ-૬૦ કી.રૂ.૩૦૦/- તથા (૮) પાણીની ઇલેકટ્રીક મોટર નંગ-૧ કી.રૂ.૨૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૦૪૪૦/-ના પ્રોહી મુદામાલ સાથે

પકડાઇ જઇ તથા મજકુર (૧) ભીખુભાઇ તથા (૨)નયનભાઇ દેવસીભાઇ કામળીયા રહે.છારા તા.કોડીનાર વાળાઓ પાસેથી વાડી માલિક (૩) ભીખાભાઇ રામભાઇ મેવાડા રહે.છારા વાળાએ રોકડ રૂપિયા લઇ પોતાની વાડીમાં દેશી દારૂની બનાવવાની ભઠ્ઠીઓ ચલાવવા માટે સગવડતા પુરી પાડી તથા મજકુર (૪) મહેશભાઇ કાનાભાઇ ચારણીયા કોળી રહે.કોડીનાર વાળાને દેશી દારૂની ભઠ્ઠીઓમાં મજુર તરીકે કામ કરવા માટે રાખી રોકડા રૂપિયા આપી તમામે એક બીજાને મદદગારી કરી દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી ચલાવી ગુન્‍હો કરેલ હોય તમામ વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરી કોડીનાર પો.સ્‍ટે.માં ગુન્‍હો રજીસ્‍ટર કરાવેલ છે. એલ.સી.બી.ગીરસોમનાથની કાર્યવાહીથી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોમાં ફફડાટ વ્‍યાપી ગયેલ છે.

 કામગીરી કરનાર એલ.સી.બી. ગીર સોમનાથના ઇ.ચા. પોલીસ ઇન્‍સપેકટર કે.જે.ચૌહાણના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ એન.વી.કછોટ તથા પોલીસ હેડ કોન્‍સ. શૈલેષભાઇ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, પો.કોન્‍સ ઉદયસીંહ સોલંકી, સંદિપસીંહ ઝણકાટ છે. 

(10:45 am IST)