Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કેશોદના ઇસરા ગામે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્‍ટ ફાઇનલ મેચમાં ચાખવાની મીણબત્તી ઇલેવન ટીમ વિજેતા

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૦ : કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના મંદિરના સાનિધ્‍યમાં સ્‍વ.બાવનજીભાઈ ગલાભાઇના સ્‍મરણાર્થે ધૂણેશ્વર રાત્રી ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. જેમાં સૌરાષ્ટ્રભરની વિવિધ ૬૪ ટીમોએ ભાગ લીધો હતો. ત્રણ સપ્તાહથી વધુ સમય ચાલેલી રાત્રી ક્રિકેટ ટુર્નામેન્‍ટમાંᅠ ટુર્નામેન્‍ટ જોવા માટે પણ આજુબાજુના વિસ્‍તારોમાથી લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ખેલાડીઓના ઉત્‍સાહને વધાર્યો હતો. રાત્રી ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ૬૪ ટીમોમાંથી ફાઈનલ મુકાબલામાં આવકાર ઈલેવન કેશોદ અને મીણબત્તી ઈલેવન ચાખવા ટીમ વચ્‍ચે હાર જીતનો મુકાબલો થયો હતો જેમાં મીણબત્તી ઈલેવન ટીમ ચાખવા વિજેતા બની હતી.ᅠ

ધુણેશ્વર ગૃપ આયોજીત રાત્રી ક્રીકેટ ટુર્નામેન્‍ટમાં કેશોદ તાલુકા સહીત આજુબાજુના વિસ્‍તારોના લોકો આમંત્રિત મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા જે મહેમાનોના વરદ હસ્‍તે ફાઈનલ વિજેતા ટીમ રનર્સ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વિજેતા ટીમ રનર્સ અપ ટીમ તથા સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને શીલ્‍ડ ટ્રોફી ટી-શર્ટ સહીતના હીરાભાઈ જોટવા દાતા બની ખેલાડીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. અને દાતાશ્રીઓ દ્વારા ક્રીકેટ વોલીબોલ સહીત રમત ગમતની ટીમોની યાદી તૈયાર કરી રમત ગમતના સાધનોની કિટો વિતરણ કરવામાં આવનાર હોવાનું જણાવ્‍યું હતુ.ᅠ

ધુણેશ્વર ગૃપ આયોજીત પાંચમી રાત્રી ક્રીકેટ ટુર્નામેન્‍ટમાં આયોજકો ગ્રામજનો દ્વારા આમંત્રિત મહેમાનો ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ભાગ લેનાર તમામ ટીમો તથા ટુર્નામેન્‍ટ જોવા આવતા તમામ દર્શકોનો આભાર વ્‍યક્‍ત કર્યો.

(10:26 am IST)