Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ઉનાઃ નજીવી બાબતે મારામારીમાં ગુપ્‍ત ભાગે પાટું મારતા યુવાનનું મોત

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૧૦: ઉનાના ચાચકવડ ગામે યુવાનને તેના મિત્ર જેવા બે યુવાનોએ નજીવી બાબતે ઢીકાપાટુનો માર મારી ગુપ્‍ત ભાગમાં પાટુ મારતાં એક યુવાનનું મોત નીપજ્‍યુ હતું.

તાલુકાના ચાચકવડ ગામે રહેતા પ્રવિણભાઇ ઉર્ફ પવલો જીણાભાઇ સોલંકી (ઉવ.૨૧) વાળાએ ઉના પોલીસેમાં ફરીયાદ નોંધાવી છે. ચાચકવડ ગામે રહેતા અને મજુરી કામ કરતા અરજણભાઇ દુદાભાઇ સોલંકી તથા મહેશ મનુભાઇ ડાભી રે. ચાચકવડ વાળાને ભરત જીણાભાઇ સોલંકીની બહેન સાથે દુકાને માથાકૂટ થયેલ હોય તે બાબતે અરજણભાઇ મહેશભાઇએ ગાળો ભરતભાઇને આપેલ અને વધુ ઉશ્‍કેરાઇ જઇ અરજણભાઇએ ભરતને પાટુમારી પછાડી દઇ ગુપ્‍ત ભાગમાં જોરદાર પાટુ મારતા બેભાન થઇ ઢળી પડેલ અને પ્રતિકભાઇને પણ પાટુઢીકા મારતા ઇજા થઇ હતી. તુરંત ઉના દવાખાને ભરતભાઇને લાવતા ફરજ ઉપરના ડોકટર એન.કે.જાદવે મૃત જાહેર કરેલ હતો.

પોસ્‍ટ મોર્ટમમાં ગુપ્‍તભાગની નીચે પેનીસમાં અંદર ઇજા થતા મોત થયાનું જણાવેલ હતું. ઉના પોલીસને જાણ થતા પોલીસ ઇન્‍સ્‍પેકટર મસી તથા સ્‍ટાફ ચાચકવડ ગામે જઇ બન્‍ને આરોપીને ઉના લાવી ધરપકડ કરી વધુ તપાસ કરી રહ્યા છે. 

(10:30 am IST)