Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સુરેન્‍દ્રનગર - રાજકોટ સેકશનમાં ડબલ ટ્રેકના કામને કારણે ૧૩મી જૂન સુધી રેલ વ્‍યવહારને અસર

સુરેન્‍દ્રનગર - રાજકોટ સેકશનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્‍ટેશનો પર ડબલ ટ્રેકના કામ માટે બ્‍લોક લેવાશે

રાજકોટ ડિવિઝનના સુરેન્‍દ્રનગર-રાજકોટ સેક્‍શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્‍ટેશનો પર ડબલ ટ્રેકના કામ માટે બ્‍લોક લેવામાં આવશે જેના કારણે ૧૦ જૂન, ૨૦૨૨ થી ૧૩ જૂન, ૨૦૨૨ સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્‍યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા - જામનગર ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ૧૧.૦૬.૨૦૨૨ અને ૧૨.૦૬.૨૦૨૨ ના રોજ રદ.

ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર - વડોદરા ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ૧૨.૦૬.૨૦૨૨ અને ૧૩.૦૬.૨૦૨૨ ના રોજ રદ.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર ૧૨૨૬૭ મુંબઈ સેન્‍ટ્રલ - હાપા દુરાન્‍તો એક્‍સપ્રેસ ૧૦.૦૬.૨૦૨૨ અને ૧૧.૦૬.૨૦૨૨ ના રોજ મુંબઈ સેન્‍ટ્રલથી અમદાવાદ સુધી દોડશે. આમ, આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા - મુંબઈ સેન્‍ટ્રલ દુરાન્‍તો એક્‍સપ્રેસ ૧૧.૦૬.૨૦૨૨ અને ૧૨.૦૬.૨૦૨૨ ના રોજ અમદાવાદથી મુંબઈ સેન્‍ટ્રલ સુધી દોડશે. આમ આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્‍સપ્રેસ ૧૦.૦૬.૨૦૨૨ અને ૧૧.૦૬.૨૦૨૨ના રોજ ભાવનગરથી સુરેન્‍દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્‍દ્રનગર-ઓખા વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા - ભાવનગર એક્‍સપ્રેસ ૧૧.૦૬.૨૦૨૨ અને ૧૨.૦૬.૨૦૨૨ના રોજ સુરેન્‍દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્‍દ્રનગર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ૧૧.૦૬.૨૦૨૨ અને ૧૨.૦૬.૨૦૨૨ના રોજ અમદાવાદથી સુરેન્‍દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્‍દ્રનગર-સોમનાથ વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ૧૧.૦૬.૨૦૨૨ અને ૧૨.૦૬.૨૦૨૨ના રોજ સુરેન્‍દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્‍દ્રનગર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા-જામનગર હમસફર એક્‍સપ્રેસ ૧૧.૦૬.૨૦૨૨ ના રોજ બાંદ્રાથી સુરેન્‍દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્‍દ્રનગર-જામનગર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગર - બાંદ્રા હમસફર એક્‍સપ્રેસ ૧૨.૦૬.૨૦૨૨ ના રોજ સુરેન્‍દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્‍દ્રનગર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

અત્રેᅠ ઉલ્લેખનીય છે કે ઉપરોક્‍ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્‍ટેશન પરથી ઉપડવાની છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્‍ત ફેરફારોને ધ્‍યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્‍સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

તેમ અભિનવ જેફ,સિનિયર ડીસીએમ, પヘમિ રેલવે, રાજકોટ ડિવિઝન.(૦૨૮૧-૨૪૫૮૨૬૨) ની યાદીમાં જણાવાયું છે.

(10:29 am IST)