Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગોંડલમાં ટ્રાફિક જામનો પ્રશ્‍ન

ગોંડલઃ પાંજરાપોળ, જેલ ચોકથી લઇ ત્રણ ખૂણીયા જેતપુર રોડ પર દિવસ દરમિયાન અનેકવાર ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે આવી જ પરિસ્‍થિતિ બસ સ્‍ટેન્‍ડ ગુંદાળા ફાટક થી ગુંદાળા ચોકડી સુધીના રોડ પર સર્જાઇ રહી છે. માંડવીચોકથી  કોલેજ ચોક સુધી આ  સમસ્‍યા માથાના દુઃખાવારૂપ બની છે. ટ્રાફિક જામ થવાનું મુખ્‍ય કારણ શહેરના રાજમાર્ગો પર મોટા ભાગનું દબાણ રહ્યું છે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા  દબાણ દૂર કરવામાં આવે તો આ સમસ્‍યા હલ થઇ શકે તેમ છે તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે ટ્રાફીક જામની તસ્‍વીર.

(10:04 am IST)