Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

બાબરા તાલુકાના ખંભાળા,સુખપર,વાંકીયા,અનિયમિત પાણી પ્રશ્ને જિલ્લા સંકલનમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પ્રશ્ન ઉઠાવતા નિરાકરણ

પાણી પુરવઠાના જવાબદાર અધિકારીઓ અને ધારાસભ્ય રૂબરૂ વાલ્વ ખોલાવી પાણી પ્રશ્ન નું નિવારણ કરતા ગ્રામ જનોમાં રાહત ની લાગણી પ્રસરી

  રાજકોટ તા. ૧૦

      તાલુકાના ખંભાળા,સુખપર,અને વાંકીયા જેવા પાંચાલ વિસ્તારના ગામડાઓમાં મહિપરીએજ નું અનિયમિત પાણી આવતા ગામના લોકોને ખરા ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવાની ફરજ પડતી હતી 

ત્યારે ગામના સ્થાનિક અગ્રણીઓ દ્વારા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરને રજુઆત કરવામાં આવતા તેઓ દ્વારા જિલ્લા સંકલનમાં કલેક્ટરને બાબરા તાલુકાના પંચાલ વિસ્તારમાંમાં પીવાના પાણીના પ્રશ્ને રજુવાત કરવામાં આવતા તાત્કાલિક અસરથી કોટડાપીઠાથી થતું પાણી વિતરણમાં ખંભાળા,સુખપર અને વાંકીયા ગામ ને નવી પાઇપ લાઈન નું જોડાણ આપી પાણી વિતરણ શરૂ કરાવતા ગામજનોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી..

  આ બાબતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે કોટડાપીઠામાં થતું પાણી વિતરણમાં આશરે ૧૫ થી ૨૦ જેટલા ગામનો સમાવેશ થતો હતો જેમાં જસદણ પંથકના ગામડાઓનો પણ સમાવેશ થતો હતો જેના કારણે ઘણા સમયથી ખંભાળા,સુખપર,વાંકીયા જેવા ગામોને અનિયમિત પીવાનું પાણી મળતું હતું તો દિવસો સુધી પાણી મળતું પણ નોહતું 

  ત્યારે આ બાબતની યોગ્ય રજુઆત જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવતા તેની સફળ રજુઆતના પગલે જિલ્લા પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર ,બાબરા પાણી પુરવઠાના અધિકારી પરમાર,દ્વારા નવી પાઇપ લાઈન નાખી ખંભાળા,સુખપર તેમજ વાંકીયા ગામોને નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવતા ગામના લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી તેમ અંતમાં ધારાસભ્ય દ્વારા જણાવ્યું હતું

આ તકે કાર્યપાલક ઇજનેરશ્રી સિંધવ જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ વહાણી, વાવડા ગામ ના સરપંચ જયસુખભાઇ કરણુકી સરપંચ શ્રી પારસ ભાઈ સુકવડા સરપંચ શ્રી ખંભાળા ગામના સરપંચ જેન્તીભાઈ મેવાડા રમુભાઈ દરબાર શ્રી પોપટલાલ બક્ષીપંચના અગ્રણી મગનભાઈ પૂર્વ સરપંચ ગોરધનભાઈ ભરતભાઈ  કલોરાણા ગામ  યુવાન કાળુભાઈ ઝાપડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

(10:02 am IST)