Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કચ્છની સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો: 736 મંડળીઓને મળશે લાભ

નવા ભાવ પ્રતિ ફેટ 720 પશુપાલકોને ચૂકવવાનું દૂધ સંઘ દ્વારા નક્કી કરાયું :પશુપાલકોને ભેસના દૂધના ૭ ટકા ફેટના પ્રતિ લિટર રૂપિયા 50.50 મળતા થશે:જ્યારે 4.5 ટકા ફેટના ગાયના ભાવ પશુપાલકને પ્રતિ લી 36 રૂપિયા મળશે

કચ્છની સરહદ ડેરીએ પશુપાલકોને ચૂકવાતા દૂધના ખરીદ ભાવમાં વધારાની જાહેરાત કરી છે. આ વધારો 16 જુનના રોજથી અમલી થશે. સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ તેમજ નવા નિયામક મંડળે કચ્છના પશુપાલકોના હિતમા પ્રથમ દિવસે જ નિર્ણય લીધો છે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ‘સરહદ ડેરી’ ના સુદઢ સંચાલનમાં સહભાગી નિયામક મંડળના સભ્યો તથા કચ્છ ની 736 દૂધ મંડળીના પ્રમુખ, મંત્રી તેમજ પશુપાલકોના સહયોગના કારણે દૂધ સંઘ દ્વારા સતત પ્રગતિના સોપાનો સર કરેલ છે જેમાં 16 જૂન થી પ્રતિ કિલો ફેટ રૂપિયા 10 નો વધારો કરી નવા ભાવ પ્રતિ ફેટ 720 પશુપાલકોને ચૂકવવાનું દૂધ સંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ પશુપાલકોને ભેસના દૂધના ૭ ટકા ફેટના પ્રતિ લિટર રૂપિયા 50.50 મળતા થશે. જ્યારે 4.5 ટકા ફેટના ગાયના ભાવ પશુપાલકને પ્રતિ લી 36 રૂપિયા મળતા થઈ જશે.

જ્યારે આ ઉપરાંત ચાલુ વર્ષે 40 કરોડ રૂપિયાનું પશુપાલકોને દૂધ ભાવ ફેર ચૂકવવાનું પણ શરૂ કરી દીધેલ છે. સંઘની શરૂઆત થઈ ત્યારે વર્ષ ૨૦૦૯ માં કચ્છમાં દૂધના ભાવ 15 રૂપિયા પ્રતિ લીટર હતા. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ્ય સમયે કચ્છ સહકારી ધોરણે ડેરીની સ્થાપનાના નિર્ણય થકી આજે ત્રણ ગણા કરતાં વધુ ભાવો પશુપાલકોને સરહદ ડેરી ચુકવે છે આ નવા ભાવો મુજબ પશુપાલકોને માસિક 1 કરોડ રૂપિયા વધુ ચૂકવણું કરવામાં આવશે.

આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને GCMMF ના વાઇસ ચેરમેન વલમજી હુંબલે જણાવ્યુ હતું કે દૂધ સંઘના નિયામક મંડળની ચૂંટણીના કારણે દૂધ સંઘ દ્વારા ભાવો વધારો કરી શકાતો ન હતો જે પૂર્ણ થયેલ હોઇ તાત્કાલિક આ ભાવો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. સરહદ ડેરી દ્વારા હમેશા પશુપાલકોના હિતને ધ્યાને લઈ અને નિર્ણય કરવામાં આવેલ છે અને આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ચાલુ વર્ષે પાણી અને ઘાસની અછત વચ્ચે પશુપાલકો ચિંતીત હતા પરંતુ સતત ભાવ વધારો મળતા પશુપાલકોને રાહત મળશે

(8:42 pm IST)