Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ધોરાજીમાં કોમી એકતા સમિતિની માગને અંતે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરાઇ

ધોરાજી સરકારી હોસ્પિટલમાં ત્રણ નિષ્ણાત તબીબોની નિમણુંક કરાઈ છે

ધોરાજી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો ડોકટરો ન હોવા થી લોકો ને સારવાર મેળવવાંની હાલાકી ભોગવવી પડતી હતી નિષ્ણાત તબીબો સ્ટાફ ની નિમણુંક મામલે ધોરાજી ની કોમી એકતા સમિતિ તેમજ વિવિધ સંસ્થાઓ અગણીઓએ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરાઈ હતી જેના માધ્યમથી ધોરાજીની જનતાને ફાયદો થયો છે
ધોરાજી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો ડોકટરોની નિમણુંક કરવાં મામલે ધોરાજી કોમી એકતા સંગઠન ના પ્રમુખ મોહમ્મદ અલી લાઈટર વાલા. જુબેરભાઈ કુરેશી. રફિકભાઈ બ્લોચ. કમલેશભાઈ ઠુંમર વિગેરે એ રાજ્યના આરોગ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ અવારનવાર અખબારી અહેવાલો પસિધધ કરતાં આરોગ્ય તંત્રમા પડધા પડતા તંત્ર દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલમાં અંતે ત્રણ નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂંક કરવામાં આવી છે
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી એમડી, ફીઝીશ્યન, હાડકાના ડોક્ટર સહિતના ડોક્ટરોની નિમણુંક કરવા અંગે ધોરાજી ની વિવિધ સંસ્થાઓ અગણી ઓ એ રજૂઆત કરાતાં રાજ્ય સરકાર દ્વારા તબીબો ની નિમણુંક કરવાં ની કાયવાહી હાથ ધરી હતી.
આ અંગે   શહેરની સામાજીક સંસ્થાઓ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેની નોંધ લઇ રાજ્ય સરકાર દ્વારા ધોરાજીની આ સરકારી હોસ્પીટલમાં એમડી ફિઝીશ્યન ડો. રુતવી શાહ તથા હાડકાના ડોક્ટર (ઓર્થોપેડીક) ડો. અનંત પ્રજાપતિ અને આંખના ડોક્ટર તરીકે રુતવીબેન પરમારની નિમણુંક કરવામાં આવી છે. થોડા દિવસમાં હોસ્પીટલમાં નવા ડોક્ટર હાજર થશે અને લોકોને ઘરઆંગણે આધુનિક સરકારી હોસ્પિટલમાં આ નિષ્ણાંત ડોક્ટરોની સેવાઓનો લાભ મળનાર છે.  
જે અંગે ધોરાજી કોમી એકતા સમિતિના પ્રમુખ મહમદ અલી લાઇટર વાલા એ રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીશ્રી તેમજ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો

 

(6:39 pm IST)