Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ભૂજમાં ગેસ લાઇન તુટતા ૨૫ ફુટ ઉંચે માટી ઉડીઃ જાન હાનિ નથી

રાજકોટઃ ભૂજમાં અમનનગર વિસ્તારમાં ગેસ લાઇટ તુટતા લોકોમાં ભય ફેલાઇ ગયોહતો ફાયર ફાયરો સમયસર આવી જતા રાહત થઇ હતી.

અમનનગરમાં ગેસ કંપની દ્વારા કરવામાં આવતા ખોદકામ દરમિયાન ગેસ લાઇન તુટી હતી

જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં જ્યાંથી લાઇન તુટી હતી તે જગ્યાએથી ૨૦ થી ૨૫ ફુટ ઊંચે માટી ઊડી રહી હતી. ઘટનાની જાણ ભુજના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયટર તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ બનાવને પગલે કંપની બેદરકારીને ધ્યાને રાખી જવાબદારો સામ ેકાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. સમાચારો પ્રાપ્ત થયા નથી.

(8:56 pm IST)