Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

મોરબીમાં બે દુકાનમાંથી વિદેશી સિગારેટનો જથ્થો પકડાયોઃ એસઓજીનો દરોડો

એસઓજીએ નાના દહીંસરાના રહીમ સંધીને દેશી તમંચા સાથે ઝડપી લીધો

મોરબી તા.૧૦ : મોરબી એસઓજીના સ્ટાફે શહેરમાંથી બે પાન-બીડીની દુકાનેથી ગેરકાયદે રાખવામાં આવેલ. વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડવા સાથે અન્ય એક શખ્સને ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.

પ્રથમ બનાવમાં મોરબીના નવા એસ.ટી. ડેપો સામે આવેલ સદ્દભાવના સેલ્સ એજન્સી જે પાન-બીડીની દુકાન છે ત્યાંથી વિદેશી સિગારેટના બોકસ નંગ-૯ કિ.રૂ.૬૩૦૦ તેમજ એસ.ટી. ડેપોની સામેની જ એક અન્ય દુકાન ઓમ સેલ્સ એજન્સીમાંથી વિદેશી સિગારેટના બોકસ નંગ-૧૦ કિ.રૂ.૭૦૦૦નો જથ્થો ઝડપી પાડી સદ્દભાવના સેલ્સ એજન્સીના માસિક અરવિંદ હરજીભાઇ પનારા-પટેલ તેમજ ઓમ સેલ્સ એજન્સીના સુરેશ ધરમશીભાઇ જીવાણી-પટેલ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય એક બનાવમાં એસઓજીએ માળીયા (મીં) તાલુકાના નાના દહીંસરા ગામે રહેતા રહીમ જીવા સુમરા-સીંધી (ઉ.ર૬) ધંધો ખેતીવાળાને વીરપરડા અને મોડપર ગામના રસ્તા પર આવેલ કબ્રસ્તાન પાસેથી પસાર થતો હતો ત્યારે દેશી તમંચો એક કિ.રૂ.ર હજાર સાથે ઝડપી લઇ ચાર્જસીટ એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં એસઓજીના હેડ કો. શંકરભાઇ ડોડીયા, ફારૂકભાઇ પટેલ સહિતના રોકાયા હતા.(૩-૧૧)

(3:06 pm IST)