Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

વઢવાણમાં પુત્રની હત્યા કરનાર સાવકી માતાનો કેસ ન લડવા વકીલ મંડળનો નિર્ણય

વઢવાણ તા.૧૦ : છ વર્ષમાં માસુમ બાળક ધ્રુવની હત્યા બાદ જેલમાં ગયેલી સાવકી માતા જીનલ પર ઠેર-ઠેર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર વકીલ મંડળ પણ આ બનાવને વખોડી કાઢી નિર્દયી માતાનો કોઇ વકીલ કેસ નહી લડે તેવો ઠરાવ કર્યો છે. બાળક પ્રત્યે કુણી લાગણી ધરાવવાના ઇરાદે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષ્ણનગરમાં રહેતા પરિવારની સાવકી માતા જીનલે પુરા ધ્રુવને સુટકેશમાં પુરી દઇ ગણગણાવીને હીચકારૂ કૃત્ય કરી હત્યા કરી નાખી હતી. આ બનાવ બાદ બેરહેમ માતા પર લોકો ઠેર-ઠેર ફિટકાર ધવલભાઇ પાઠક, ઉપપ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, દિપાલીબેન શાહ, સેક્રેટરી નયન શુકલ, જોઇન્ટ સેક્રેટરી હિરેન પંડયા સહિતના વકીલોએ આ કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢયુ હતુ. બાળક પ્રત્યે કુણી લાગણી અનુભવતા વકીલોએ ઠરાવ કરીને સુરેન્દ્રનગર વકીલ મંડળના કોઇપણ વકીલ આરોપી જીનલનો કેસ નહી લડે તેવુ નક્કી કર્યુ છે.

બાળકની ક્રુર હત્યા કરનાર જીનલે ગુનાની કબુલાત કર્યા બાદ પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરાઇ હતી. જેના કોર્ટ તેને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવતા જીનલને જેલહવાલે કરવામાં આવી છે.

(3:05 pm IST)