Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ઉનાઃ રિક્ષામાં મુસાફરને લુંટી લેવાના ગુનામાં આરોપીઓને ૩ વર્ષની સજા

ઉના તા.૧૦: ઉના તાલુકાના વાંસોજ ગામ પાસે ૬ વરસ પહેલા રીક્ષામાં બેઠેલ અમદાવાદને મુસાફરની પાસે લુંટ કરેલ ગુના બે આરોપીઓને ૩ વરસની કેદની સજા ઉના કોર્ટ ફરમાવી હતી.

ઉના તાલુકાના વાંસોજગામ પાસે અવાવરૂ જગ્યાએ ગત તા.૨૫-૧૨-૨૦૧૧ના રોજ દિવમાંથી એક રીક્ષામાં દીલીપભાઇ લખાભાઇ મારવાડી.રે. અમદાવાદવાળા ઉના જવા માટે નીકળેલ હતો. જેમાં રિક્ષા ચાલક ઇમતિયાઝ દાદભાઇ સુમરા રે.નાલીયા માંડવી તા.ઉના ત્થા અન્ય બીજો શખ્સ વિજય રામજીભાઇ જાદવ રે.નાલીયા માંડવી વાળા રીક્ષાદિવથી. ઉના લેવાનો બદલો દિવથી વાસોઇ તરપ લઇ જઇ અવારૂ જગ્યાએ ઉભી રાખી. દિલીપભાઇને ઉતારી દિલીપભાઇને ઢીકા પાટુનો માર મારી તેની પાસે રહેલ રોકડા રૂપીયા ૧૨૯૦૦ (બાર હજાર નવ સો) મોબાઇલ ફોનની લુંટ કરી રીક્ષા લઇ દિલીપભાઇને રેઢા મુકી નાસીગયા હતા તેની ફરીયાદ ઉના પોલીસમાં નોધાવેલ હતી. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી અને ઉના કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતુ.

આ કેશ ઉનાની ચીપ જયુડીસલ મેજી સ્ટ્રેટની કોર્ટમાં આ બન્ને સરકાર પક્ષે સરકારી વકિલ જગદીશભાઇ રાખન પરાએ દલીલો કરી પૂરાવ, ફરીયાદીજી જુબાની, પોલીસ અધિકારીની જુબાની વિગેરે રજુ કરી સખતમાં સખત સજાની માગણી કરી હતી.

ઉનાની એડ ચીફ જયુડીશલ કોર્ટનો જજશ્રી એસ.એ. ગેલેરીયાએ કેસ સાબીત માની બન્ને આરોપી ઇમતીયાઝ દાદાભાઇ સુમરા ત્થા વિજય રામજી જાદવને લુંટ ત્થા માર મારીના ગુનામાં બન્ને ને ત્રણ-ત્રણ વરસની સજા ફરમાવી હતી.

(12:44 pm IST)