Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

જુનાગઢમાં પરિભ્રમણ કાર્યક્રમમાં ૬ જીલ્લાનાં ૧૫ પર્વતોરોહકો જોડાયા

પર્વતો ઉપર યોગ્ય ઢબે ચડવું અને ઉપરવું તે સારી એવી કાર્યકુશળતા અને સુઝબુઝ માંગી લે છે. નાની-નાની ગ્રીપની મદદથી શરીરનું સંતુલન મેળવી ઉંચાઈ સુધી કુશળતાથી પહોંચતા તેનો આત્મવિશ્વાસ અને આત્મગૌરવની અનુભુતી કહે છે. સામાન્ય રીતે ઉત્સાહી અને સાહસીક લોકો પર્વતારોહણનો માર્ગ અપનાવતા હોય છે, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જુનાગઢ સંચાલિત, વન વિભાગ જુનાગઢનામ સહયોગથી (૧) ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમમ ૨૦૧૭-૧૮, (૨) ખડક ચઢાણ બેઝિક કોર્ષ તાજેતરમાં યોજવામાં આવેલ હતો. રાજય ના વિવિધ ૬ જિલ્લાના કુલ-૧૫ યુવક-યુવતિઓ એ ''ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૧૭-૧૮''માં ભાગ લઈ પર્વતારોહણ ક્ષેત્રે સાહસ, આત્મવિશ્વાસ, ટીમ ભાવના, રાષ્ટ્રભાવનાના ગુણો વિકસાવવા અને પ્રતિભા બહાર લાવવા, વન, ડુંગરાળ વિસ્તારથી પ્રત્યેક રીતે માહિતગાર થાય, પ્રાકૃતિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી જોડાયા હતા. જેમાં ઈન્સ્ટ્રકટરો બચુભાઈ મકવાણા, નિલમબેન રાવલ તથા વન વિભાગના ઉતર અને દક્ષિણ રેન્જના અધિકારી/ કર્મચારીઓએ સેવા આપેલ હતી. જુનાગઢ કૃષિ યુનિર્વસીટીના વિદ્યાર્થીઓ સહિત કુલ- ૯૯ ભાઈઓ- બહેનોએ ''ખડક ચઢાણ બેઝિક કોર્ષ''માં ભાગે લઈ માઉન્ટેન વોક, પી.ટી.તાલીમ, રોક કલાઈમીંગ- રેપલીંગ, રીવરક્રોસીંગ, નાઈટ ટ્રેકીંગ, રોપ નોટ, ઓબ્સ્ટેકલની તાલીમ તથા રોક ફોર્મેશન, કલાઈમીંગ ટેકનીકસ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેનીયરીંગ હીસ્ટ્રી, માઉન્ટેનીયરીંગ ઈકવીપમેન્પ અંગેના બૌધ્ધિક તાસ દ્વારા તાલીમ ઈન્સ્ટ્રકટરો વિમલ વાગડીયા, સુનિલ આહિર, ગોપાલ ભરવાડ, હેમાન્દ્રભાઈ, મુકેશભાઈ, હસમુખભાઈ, જશુબેન, હાર્દિકભાઈ, બ્રિજેશભાઈ, વર્ષાબેન દ્વારા આપવામાં આવેલ, ઉપરોકત કોર્ષના છેલ્લા દિવસે આર.સેંથીલ કુમારન, નાયબ વનસંરક્ષણ, જુનાગઢ વિભાગ જુનાગઢના અધ્યક્ષ સ્થાને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ હારૂનભાઈ વિહળ આચાર્ય, વાલીએ સોરઠ હાઈ, જુનાગઢ તથા ઈન્સ્ટ્રકટર ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ.રાઠોડ, ટીમ મેનેજર હાર્દિક પટેલ કૃષિ યુનિ.જુનાગઢ, ઈન્સ્ટ્રકટરો ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડેલ હતું. તેમ ઈન્સ્ટ્રકટર ઈન્ચાર્જ આઈ/સી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જુનાગઢની યાદીમાં જણાવાયુ છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃમુકેશ વાઘેલા- જુનાગઢ)

(11:37 am IST)