Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ઢાંક પંચાયતની ચુંટણીમાં ગામ વિકાસ સમિતિ પેનલનો વિજય

ઢાંક તા.૧૦: ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ચુંટણીમાં ગામવિકાસ સમિતિનો પેનલ સાથે વિજય થયો છે.

નવા સિમાકંત મુજબ ૧૭ વોર્ડને બદલે ૧૨ વોર્ડ થયા છે જેમાં વોર્ડ નં.૧૨માં બન્ને પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેતી લેતા વોર્ડ નં.૧૨ની ચુંટણી મુલતવી રહી હતી જ્યારે ૧૧ વોર્ડ તથા સરપંચની ચુંટણીમાં બાદુરભાઇ નાનાભાઇ માંકડનો વિજય થયો છે તેમજ તેમની પેનલના સાત સભ્યો લીડથી ચુંટાઇ આવ્યા છે જયારે હરીફ સરપંચ ઉમેદવાર વિજયભાઇ મોહનભાઇ ધામીનો ૪૪૬ મતોથી પરાજય થયો છે તેમની પેનલના ચાર સભ્યે. વિજેતા થયેલ છે તેમજસરપંચના ત્રીજા (અપક્ષ)ઉમેદવાર ભગવાનજીભાઇ પ્રેમજીભાઇ ગજેરાનો પણ પરાજય થયો છે.

સરપંચ બાદુરભાઇ નાનાભાઇ માંકડ જણાવ્યુ હતુ કે મને ગામ લોકોએ ત્રીજી વખત સરપંચ તરીકે ચુંટી કાઢવા બદલ હું હમેશા ગામના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશ.

વિજેતા થયેલ સરપંચ બાદુરભાઇ નાનાભાઇ માંકડનું ઢાંકમાં સરઘસ કાઢવામાં આવ્યુ હતુ.

(11:29 am IST)