Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ગોંડલ મગફળીની આગને કાબુમાં લેવા રોકાયેલા ફાયર ફાયટરના ૧૦ જવાનો બિમારીમાં સપડાયા

ગોંડલ તા. ૧૦ : ૨૮ કરોડના મગફળીના જથ્થામાં લાગેલ આગને બુઝાવવા ગોંડલ, જેતપુર, ધોરાજી સહિતના ફાયર ફાઈટરોએ તનતોડ મહેનત કરી હતી. આ મહેનત ના ફલ સ્વરૂપે આજે ફાયરના ૧૦ જવાનો નાદુરસ્ત થવા પામ્યા છે. જેમાં જેતપુરના ગિરીશભાઈ કોળી, નરસિંહભાઈ મકવાણા, શામજીભાઈ વાગડિયા, મનસુખભાઈ ખાચરિયા, મનસુખભાઈ ગોહેલ, ગીરીશભાઈ, બિપીનભાઈ પરમાર તેમજ ગોંડલ ફાયરના રવિભાઈ વ્યાસ, મૂળુભા પરમાર સહિતનાઓની તબિયત લથડતા સારવાર લેવાની ફરજ પડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આગને ઓલવવા દિવસ-રાત તનતોડ મહેનત કરી રહેલ ફાયરના જવાનો માટે તંત્ર દ્વારા ચા-પાણી નાસ્તા કે જમવાની કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવી હતી જવાનો દ્વારા આપમેળે છે આ બધી વ્યવસ્થા ઊભી કરી કામ પ્રત્યેની નિષ્ઠા દાખવવામાં આવી હતી.

(11:28 am IST)